ભારતનું મોટુ મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકોમાં પણ ખુબ ઉત્સાહ, લાઈવ જોવા માટે 7,134 લોકોએ કરાવ્યુ ઓનલાઈન રજીસ્ટ્રેશન
ભારતના મોટા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકો પણ ખુબ ઉત્સાહીત છે. ચંદ્રયાન-2ની લોન્ચિંગને લાઈવ જોવા માટે અત્યાર સુધી 7,134 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 15 જુલાઈએ ઈસરોના શક્તિશાળી રોકેટ ‘બાહુબલી’ પર સવાર થઈને ચંદ્રયાન-2 તેમના મિશન પર નીકળશે. જેને જોવા માટે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઈસરોએ હાલમાં જ લોકો માટે રોકેટ લોન્ચિંગની […]
ભારતના મોટા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકો પણ ખુબ ઉત્સાહીત છે. ચંદ્રયાન-2ની લોન્ચિંગને લાઈવ જોવા માટે અત્યાર સુધી 7,134 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
15 જુલાઈએ ઈસરોના શક્તિશાળી રોકેટ ‘બાહુબલી’ પર સવાર થઈને ચંદ્રયાન-2 તેમના મિશન પર નીકળશે. જેને જોવા માટે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઈસરોએ હાલમાં જ લોકો માટે રોકેટ લોન્ચિંગની પ્રક્રિયાને લાઈવ જોવા માટેની શરૂઆત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લાઈવ સ્ટ્રીમિંગ માટે એક ખાસ ગેલરી બનાવવામાં આવી છે. જેમાં બેસીને લોકો ઈસરોના લોન્ચિંગ કાર્યક્રમને જોઈ શકે છે. તેમાં કુલ 10 હજાર લોકોના બેસવાની ક્ષમતા છે પણ ઈસરોની યોજના દ્વારા ધીમે-ધીમે દર્શકોની સંખ્યા વધારવામાં આવશે.
ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે અલગ અલગ સ્થળોના લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રોકેટ જિયોસિંક્રોનસ સેટલાઈટ લોન્ચ વ્હીકલ (GSLV) માર્ક-3 15 જુલાઈએ રાત્રે 2 વાગ્યે અને 51 મિનિટે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઈસરોએ આંધ્રપ્રદેશ સરકારના પરિવહન નિગમને લોકોના પરિવહન માટે સુલ્લુરૂપેટા અને રોકેટ બંદરગાહની વચ્ચે સેવા આપવા માટે કહ્યું છે. અધિકારીઓ મુજબ લોન્ચિંગની પ્રક્રિયા જોવા માટે એક મોટી સ્ક્રીન પણ હશે અને નાસ્તા અને અન્ય ચીજ-વસ્તુઓ માટે દુકાનો પણ હશે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]