ઇઝરાઇલી લોકોએ ભારતીયોની સુખાકારી માટે કર્યો ઓમ નમ: શિવાયનો જાપ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભારતીય દૂતાવાસના અધિકારી પવન કે પાલે ઇઝરાઇલના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઇઝરાઇલના લોકો ઓમ નમ: શિવાયનો જાપ કરીને ભારતમાં કોરોનાની સ્થિતિમાં સુધારા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.

ઇઝરાઇલી લોકોએ ભારતીયોની સુખાકારી માટે કર્યો ઓમ નમ: શિવાયનો જાપ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઇઝરાઇલી લોકોએ ભારતીયોની સુખાકારી માટે કર્યો ઓમ નમ: શિવાયનો જાપ

Corona  રોગચાળાની બીજી લહેર ભારત માટે ઘાતક બની રહી છે. તેમજ દેશની પરિસ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે લોકો સારવાર માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવા મુશ્કેલ સમયમાં લોકોએ એકબીજાની મદદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જોકે ભારત દેશના મિત્રો આ કટોકટીના તબક્કામાં તમામ શક્ય મદદ મોકલી રહ્યા છે.

જો કે આ બધા વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોયા પછી તમે ઇઝરાયલી લોકોની પ્રશંસા કર્યા વિના રહી શકશો નહીં. ભારતનું દોસ્ત દેશ ઇઝરાઇલ ભારતના લોકોના હિત માટે ઓમ નમ: શિવાયનો જાપ કરી રહ્યો છે. ઇઝરાઇલના લોકો ભગવાન શિવને ભારતને આ Corona  રોગની પકડમાંથી જલ્દીથી મુક્ત કરવા આહ્વાન કરી રહ્યા છે, અને આ દરમ્યાન ઓમ નમ: શિવાય નો જાપ કરી રહ્યા છે.

https://twitter.com/Pronamotweets/status/1390667564435394561

ભારતીય દૂતાવાસના અધિકારી પવન કે પાલે ઇઝરાઇલના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઇઝરાઇલના લોકો ઓમ નમ: શિવાયનો જાપ કરીને ભારતમાં Corona ની સ્થિતિમાં સુધારા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.

તમે જાણતા હશો કે ઇઝરાઇલ એક યહૂદી દેશ છે. પરંતુ ભારતના તેની સાથે મૈત્રીપૂર્ણ સંબધ છે. અહીંના લોકો ભગવાન શિપનો જાપ કરવામાં કોઈ સંકોચ રાખ્યો નથી.

પવનએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે આખો ઇઝરાઇલ ભેગો થાય છે અને તમારા માટે આશાની કિરણ બની જાય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા લોકો એક જગ્યાએ આવીને ભગવાન શિવને પ્રાર્થના કરી રહ્યા છે અને અહીં ઓમ નમ: શિવાયના જાપ કરી રહ્યા છે. લોકો ભક્તિમય વાતાવરણમાં ઝૂલતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો શેર થતાંની સાથે જ ભારતીયોને પણ તે ખૂબ ગમ્યો છે.