INX મીડિયા કેસ મામલે ચિદમ્બરમ પર CBI પછી ED સંકજો કસવાની તૈયારીમાં, SCમાં આપી આ વિગતો

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને INX મીડિયા મામલે રાહત જોવા નથી મળી રહી. ચિદમ્બરમ હાલમાં CBIની કસ્ટડીમાં છે. દિલ્હી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન ના મળ્યા પછી CBIએ ચિદમ્બરમને કસ્ટડીમાં લીધા. કોર્ટ દ્વારા મળેલા રિમાન્ડ આજે પુરા થઈ રહ્યા છે. ચિદમ્બરમથી જોડાયેલા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જ્યાં CBIના રિમાન્ડને પડકાર આપવામાં આવ્યો […]

INX મીડિયા કેસ મામલે ચિદમ્બરમ પર CBI પછી ED સંકજો કસવાની તૈયારીમાં, SCમાં આપી આ વિગતો
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 6:48 AM

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને INX મીડિયા મામલે રાહત જોવા નથી મળી રહી. ચિદમ્બરમ હાલમાં CBIની કસ્ટડીમાં છે. દિલ્હી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન ના મળ્યા પછી CBIએ ચિદમ્બરમને કસ્ટડીમાં લીધા.

કોર્ટ દ્વારા મળેલા રિમાન્ડ આજે પુરા થઈ રહ્યા છે. ચિદમ્બરમથી જોડાયેલા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જ્યાં CBIના રિમાન્ડને પડકાર આપવામાં આવ્યો છે. ત્યારે હવે ED પણ INX મીડિયા મામલે પી.ચિદમ્બરમ પર સંકજો કસવાની તૈયારી કરી રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહી મળે તો ED પૂર્વ નાણામંત્રીને કસ્ટડીમાં લઈને પૂછતાછ કરવા ઈચ્છશે. EDએ તે માટે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યુ છે અને કહ્યું કે ચિદમ્બરમે તેમના નજીકના વિશ્વાસપાત્ર અને અન્ય લોકો સાથે મળીને ભારત અને વિદેશમાં ખોટી કંપનીઓ બનાવી.

EDની પાસે પોતાના દાવાનું સમર્થન કરવા માટે પુરાવા છે. ખોટી કંપનીઓનું સંચાલન કરનારા લોકો ચિદમ્બરમના સંપર્કમાં છે અને એજન્સીઓની પાસે તેના પુરાવા છે. ED માત્ર કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન સત્ય જાહેર કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સોંગદનામામાં કહેવામાં આવ્યું છે કે ચિદમ્બરમ એક પ્રભાવશાળી વ્યક્તિ છે તેમને પોતે અને પોતાના પરિવારનું નામ દુર રાખીને શેલ કંપનીઓના શેર હોલ્ડિંગ પેટર્નમાં ફેરફાર કર્યા છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયનું માનવું છે કે મની લોન્ડ્રિંગ એક ગંભીર ગુનો છે, કારણ કે ભારત ઈન્ટરનેશનલ ફોર્મ- ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)નું સભ્ય છે. EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે ચિદમ્બરમ પૂર્વ નાણામંત્રી, પૂર્વ ગૃહમંત્રી હોય કે એક સામાન્ય નાગરિક, આગોતરા જામીન મંજૂર ના કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુપ્રીમ કોર્ટમાં ચર્ચા ચાલુ છે. EDએ સુપ્રીમ કોર્ટને ચિદમ્બરમના વિદેશી ખાતાઓ અને સંપતિ વિશેની માહિતી આપી છે. EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે નાણામંત્રી તરીકે ચિદમ્બરમે તેમના પદનો કેવી રીતે દુરઉપયોગ કર્યો.

[yop_poll id=”1″]

સુનાવણી દરમિયાન EDએ સુપ્રીમ કોર્ટની સામે પૈસા કમાવવા માટે ચિદમ્બરમ દ્વારા ખોટી કંપનીઓ સ્થાપિત કરવા અને પરિવારના સભ્યોથી જોડાયેલા ટ્રસ્ટની વિગતો આપી છે. હાલમાં ED કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પછી તપાસમાં થયેલી પ્રગતિ વિશે કોર્ટને સુચિત કરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">