International Women’s Day 2021 : રેલ્વેએ બહાદુર મહિલા યોદ્ધાઓના નામે બે એન્જિન સમર્પિત કર્યા
International Women's Day 2021 : ઉત્તર રેલ્વેએ પાંચ દાયકાઓથી સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા તુગલાકાબાદ લોકો શેડને ઇતિહાસની બહાદુર મહિલાઓની સ્મૃતિ સાથે જોડ્યો છે. આ બહાદુર મહિલાઓના હાથમાં તલવાર હતી અને લોકોની સ્વતંત્રતા માટે લડ્યા હતા.
International Women’s Day 2021 : International Women’s Day ના દિવસે મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓને સમાન હક આપવાના પ્રયાસોને તેજ કરવા માટે અપીલ કરવામાં આવે છે.
રાણી લક્ષ્મીબાઈ અને રાની ચેન્નમ્માને સમર્પિત બે એન્જિન
ઉત્તર રેલ્વેએ પાંચ દાયકાઓથી સતત શાનદાર પ્રદર્શન કરી રહેલા તુગલાકાબાદ લોકો શેડને ઇતિહાસની બહાદુર મહિલાઓની સ્મૃતિ સાથે જોડ્યો છે. આ બહાદુર મહિલાઓના હાથમાં તલવાર હતી અને લોકોની સ્વતંત્રતા માટે લડ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ અને સન્માનના પ્રતિકરૂપે ઉત્તર રેલ્વેએ શેડ ડબ્લ્યુપી 4 બી અને ડબ્લ્યુપી 4 ડી કેટેગરીના એન્જિનને રાણી લક્ષ્મીબાઈ અને રાની ચેન્નમ્માને સમર્પિત કર્યા છે.
As a token of homage & respect, Northern Railway takes pride in dedicating its locos to brave warriors-Rani Ahilyabai, Rani Avantibai, Rani Velu Nachiyar, Rani Chennamma, Rani Laxmibai & Jhalkaribai and others in celebrating our immortal heroes’ women with character of steel. pic.twitter.com/h0LtJZdS8G
— Northern Railway (@RailwayNorthern) March 7, 2021
આ મહિલા યોદ્ધાઓ પણ ટૂંક સમયમાં આ કાફલાનો હિસ્સો બનશે
ઉત્તર રેલ્વેના પ્રવક્તા દીપક કુમારે રવિવારે જણાવ્યું હતું કે, તુગલાકાબાદના લોકોમોટિવ શેડમાં રાણી અહલ્યાબાઈ, રાણી અવંતિબાઇ, રાણી વેલુ નચિયાર, રાણી ચેન્નમ્મા, રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઇ સાથે ઉદા દેવી ટૂંક સમયમાં આ કાફલામાંં જોડાશે. તેમજ ઇતિહાસની અમર મહિલા યોદ્ધાઓની યાદોને જીવંત રાખશે.