અજાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવુ એ મૂળભૂત અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

હાઈકોર્ટનો (Allahabad High Court) આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યોગી સરકારના આદેશ પર યુપીમાં ધાર્મિક સ્થળો પરથી એક લાખથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે અને તેનાથી લાઉડસ્પીકરનો અવાજ ઓછો થયો છે.

અજાન માટે મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવુ એ મૂળભૂત અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ
Installing loudspeakers in mosques (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 12:08 PM

અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મસ્જિદોમાં લાઉડસ્પીકર (Loudspeaker) લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દેતા કહ્યું કે મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવા એ મૂળભૂત અધિકાર નથી. બુધવારે આદેશ પસાર કરતી વખતે, ન્યાયમૂર્તિ વિવેક કુમાર બિરલા અને ન્યાયાધીશ વિકાસની ડિવિઝન બેન્ચે કહ્યું, “કાયદો કહે છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ બંધારણીય અધિકાર નથી.” ઈરફાન નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બિસૌલી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશને પડકારવામાં આવ્યો હતો. બદાઉન જિલ્લાના SDMએ અગાઉ 3 ડિસેમ્બર, 2021ના રોજ ધોરનપુર ગામની નૂરી મસ્જિદમાં અજાન (Ajaan) માટે લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી નકારી દીધી હતી. અરજદારે તેની અરજીમાં દાદ માંગતા જણાવ્યું હતું કે SDMનો આદેશ “ગેરકાયદેસર” હતો અને તે “મૂળભૂત અધિકારો અને વૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે”.

ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાના નિર્ણયને હાઈકોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે લાઉડસ્પીકર પર અજાન કરવી એ મૌલિક અધિકાર નથી. આ મહત્વપૂર્ણ ટીપ્પણી સાથે કોર્ટે બદાઉનના એક મૌલવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે યોગી સરકારના આદેશ પર યુપીમાં ધાર્મિક સ્થળો પરથી એક લાખથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે અને તેનાથી લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવામાં આવ્યો છે.

બદાઉનની નૂરી મસ્જિદના મુતવલ્લી ઈરફાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી જસ્ટિસ વિવેક કુમાર બિરલા અને જસ્ટિસ વિકાસ બધવારની ખંડપીઠે ફગાવી દીધી હતી. ઈરફાને અજાન માટે લાઉડ સ્પીકર લગાવવાની પરવાનગી માંગીને એસડીએમ તહસીલ બિસોલીને અરજી કરી હતી. SDMએ લાઉડસ્પીકર લગાવવાની તેમની ફગાવી દીધા બાદ ઈરફાને હાઈકોર્ટનો આશરો લીધો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ઈરફાને કોર્ટ પાસે દાદ માંગી હતી કે સરકાર અને પ્રશાસનને મસ્જિદમાં લાઉડ સ્પીકર કે માઈક્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે SDMનો નિર્ણય ગેરકાયદેસર છે અને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ઈરફાનની દલીલોને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે કાયદો નક્કી કરવામાં આવ્યો છે કે મસ્જિદમાં લાઉડસ્પીકરનો ઉપયોગ મૌલિક અધિકાર નથી. કોર્ટે ઈરફાનની દલીલોને ફગાવી દેતા અરજી ફગાવી દીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">