ટૂંક સમયમાં આવી શકે છે નાક દ્વારા અપાનારી રસી, ભારત બાયોટેકને બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો માટે મળી મંજૂરી

કોરોના વાયરસ વિરોધી રસી વિકસાવી રહેલ ભારત બાયોટેકની નાક દ્વારા લેવાની રસીને ટુંક સમયમાં મંજૂરી મળી જશે. નાક દ્વારા લેવાનારી રસીના બીજા અને ત્રીજા પરીક્ષણ માટે મંજૂરી મળી ગઈ છે.

ટૂંક સમયમાં આવી શકે છે નાક દ્વારા અપાનારી રસી, ભારત બાયોટેકને બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો માટે મળી મંજૂરી
Nasal Vaccine

દેશની અગ્રણી રસી ઉત્પાદક કંપની ભારત બાયોટેકની નાક દ્વારા અપાનાર કોરાના વિરોધી રસીને ( Nasal Vaccine ) બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. ભારત બાયોટેક કંપની કોરોના વાયરસ સામે સ્વદેશી રસી કોવાક્સિનના ઉત્પાદક છે, તેને નાક દ્વારા લેવાનાર પ્રથમ રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે પરવાનગી મળી છે.

ભારત બાયોટેક, જેણે કોરોના વાયરસ રોગચાળા સામે સ્વદેશી રસી વિકસાવી છે, તેને તેની અનુનાસિક રસીના વધુ તબક્કાઓ માટે મંજૂરી મળી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયે (Ministry of Science & Technology) શુક્રવારે જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા વિકસિત પ્રથમ નાક દ્વારા લેવાની રસી ( Nasal Vaccine ) ને બીજા અને ત્રીજા તબક્કાના જરૂરી પરીક્ષણ માટે મંજૂરી અપાઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) અને તેના બાયોટેકનોલોજી ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ આસિસ્ટન્ટસ કાઉન્સીલ (BIRAC) દ્વારા સમર્થન આપવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ Agriculture Top 10 Apps: આ 10 એપ્લિકેશન ખેતીને લગતી માહિતી મેળવવા માટે છે ઉત્તમ, ખેડૂતોને મળશે અદ્યતન સુવિધા

આ પણ વાંચોઃ સ્પીચ દરમિયાન નામ ભૂલી ગયા પાકિસ્તાનના વડાપ્રધાન, વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati