100 કરોડ કોરોના વેક્સીનના ઉંબરે ઉભુ છે ભારત, આગામી કેટલાક દીવસોમાં પાર થશે જાદુઈ આંકડો, સરકાર આયોજીત કરશે મેગા ઈવેન્ટ

Covid 19 Vaccination: અત્યાર સુધી દેશની પાત્ર વસ્તીના 30 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે.

100 કરોડ કોરોના વેક્સીનના ઉંબરે ઉભુ છે ભારત, આગામી કેટલાક દીવસોમાં પાર થશે જાદુઈ આંકડો, સરકાર આયોજીત કરશે મેગા ઈવેન્ટ
કોવિડ 19 વેક્સીનેશન. (સાંકેતીક તસવીર)

કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાનની (Covid 19 Vaccination) ઝડપને કારણે લોકોને ઘણી રાહત મળી છે. ભારત 100 કરોડ વેક્સીનેશનના જાદુઈ આંકડાના ઉંબરે ઉભું છે અને ટૂંક સમયમાં તેને પાર કરી જશે. આ દરમિયાન વધુ એક રાહત આપનારી માહિતી સામે આવી છે. આવતા મહિનાથી, આરોગ્ય મંત્રાલય પાસે કોરોનાની રસી જરૂર કરતાં વધુ ઉપલબ્ધ થશે. તે જ સમયે, બાળકોની રસી અંગે નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આ અંગે સાવધાની રાખવાની જરૂર છે.

અત્યાર સુધી, દેશની પાત્ર વસ્તીના 30 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. દેશની રસીકરણની જરૂરિયાત પૂરી થયા પછી, બાકી રહેલી રસી જરૂરિયાતમંદ દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. નેપાળ, બાંગ્લાદેશ, ઈરાન, મ્યાનમારને પણ રસીના દસ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે, જે દિવસે રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરશે, તે દિવસે ભારત સરકાર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરશે. દિલ્હીની કોઈ ઐતિહાસિક ઈમારત પર સૌથી મોટો ધ્વજ લગાવવાની પણ યોજના છે.

ભારત સરકાર કોરોના યોદ્ધાઓને અભિનંદન આપશે

જ્યારે આપણે 100 કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચીશું, ત્યારે કોવિન એપ પર કાઉન્ટડાઉન શરૂ થશે. જેમાં બતાવવામાં આવશે કે 100 કરોડમાં આપણે કેટલા પાછળ છીએ. ક્ષણે ક્ષણે ચોક્કસ આંકડા બધાની સામે હશે. આ સાથે, સ્પાઈસ જેટ પોતાની 10 ફ્લાઇટ્સને આઉટર કવર કરશે અને તેના પર 100 કરોડ ડોઝ લખવામાં આવશે. આ પ્રસંગે, ભારત સરકાર પણ કોરોના યોદ્ધાઓને અભિનંદન આપશે.

ભારતમાં અત્યાર સુધીમાં રસીના 96 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ વિરોધી રસીના 96 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી આજે 32 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ આંકડો સાંજે 7 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલા કામચલાઉ અહેવાલને અનુરૂપ છે. મોડી રાત સુધીમાં અંતિમ અહેવાલ આવશે ત્યારે આ આંકડો વધવાની ધારણા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વય જૂથમાં ત્રીજા તબક્કાની રસીકરણની શરૂઆત બાદ 38,99,42,616 ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. અને સમાન વય જૂથમાં બીજા ડોઝ તરીકે 10,69,40,919 ડોઝ આપવામાં  આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે પ્રથમ ડોઝની કુલ સંખ્યા 69,09,35,778 અને બીજી ડોઝની કુલ સંખ્યા 27,68,72,767 છે. તેમણે કહ્યું કે બુધવારે 32,36,997 ડોઝ આપવામાં આવ્યા હતા અને કોવિડ વિરોધી રસીના કુલ 96,78,08,545 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  વરુણ ગાંધીએ ખેડૂતોનુ ફરીથી કર્યુ સમર્થન, ઈન્દિરા ગાંધીને ચેતવણી આપતા અટલ બિહારી વાજપેયીનો વીડિયો કર્યો શેર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati