લગભગ 8 હજાર ભારતીયો વિદેશી જેલોમાં બંધ, આ દેશમાં છે સૌથી વધુ સંખ્યા

લગભગ 8 હજાર ભારતીયો વિદેશી જેલોમાં બંધ, આ દેશમાં છે સૌથી વધુ સંખ્યા
File Photo

UAEમાં 1,663 ભારતીય કેદીઓ છે. ઉપરાંત સાઉદી અરેબિયામાં 1,363, નેપાળમાં 1,039, કતારમાં 466, યુકેમાં 373 અને USમાં 254 કેદીઓ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 03, 2022 | 6:41 PM

Indians In Foreign Jails: ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વિશ્વના મોટાભાગના દેશોમાં ભારતીયો (Indian) ચોક્કસપણે જોવા મળે છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં(Foreign) રહે છે, જેમાં ઘણા અભ્યાસ માટે અને ઘણા નોકરી માટે અન્ય દેશોમાં રહે છે. પરંતુ વિદેશની જેલોમાં પણ ભારતના ઘણા લોકો છે. જેમાં ઘણા એવા કેદીઓ છે, જેમની સુનાવણી ચાલી રહી છે, એટલે કે તેઓ હજુ સુધી દોષિત સાબિત થયા નથી. વિશ્વના ઘણા દેશોમાં એવા ભારતીયો છે, જે ઘણા લાંબા સમયથી જેલમાં બંધ છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશુ કે વિદેશની જેલોમાં (Foreign Jail) કેટલા ભારતીયો બંધ છે. સાથે જ તમને જણાવીશુ કે સરકાર આ કેદીઓ માટે શું કરે છે અને સરકાર દ્વારા તેમના માટે શું કામ કરવામાં આવી રહ્યુ છે.

વિદેશની જેલોમાં કેટલા ભારતીયો છે?

10 ફેબ્રુઆરીના રોજ સંસદના તાજેતરના સત્ર દરમિયાન સૈયદ ઝફર ઈસ્લામે રાજ્યસભામાં વિદેશ મંત્રાલયને પૂછ્યું હતું કે કેટલા ભારતીયો વિદેશી જેલોમાં બંધ છે? જે બાદ વિદેશ મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે વિદેશી જેલોમાં બંધ ભારતીય કેદીઓની સંખ્યા 7,925 છે, જેમાં અન્ડરટ્રાયલ પણ છે. વર્ષ 2006થી જાન્યુઆરી 2022 સુધીમાં 75 ભારતીય કેદીઓ સહિત 86 કેદીઓને તેમની બાકીની સજા પૂરી કરવા માટે કેદીઓના પ્રત્યાર્પણ અધિનિયમ, 2003 હેઠળ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

કયા દેશમાં કેટલા ભારતીય કેદીઓ છે?

મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર UAEમાં 1,663 ભારતીય કેદીઓ છે. ઉપરાંત સાઉદી અરેબિયામાં 1,363, નેપાળમાં 1,039, કતારમાં 466, યુકેમાં 373 અને USમાં 254 કેદીઓ છે.

સરકાર તેમના માટે શું કરે છે?

સરકાર વિદેશી જેલોમાં ભારતીયો સહિત વિદેશમાં ભારતીયોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સાથે જ સરકાર વિદેશની જેલમાં બંધ ભારતીય નાગરિકોની ઘટનાઓ પર નજીકથી નજર રાખે છે. ભારતીય મિશન અને કેન્દ્રો તેમને તમામ સંભવિત કોન્સ્યુલર સહાય પૂરી પાડવા સિવાય જરૂરી કાનૂની સહાય પૂરી પાડવામાં મદદ કરે છે. કેન્દ્ર સરકાર એવા દેશોમાં વકીલોની સ્થાનિક પેનલ પણ જાળવી રાખે છે, જ્યાં ભારતીય સમુદાય મોટી સંખ્યામાં વસે છે.

આ ગુનાને કારણે સજા ભોગવી રહ્યા છે ભારતીય કેદી

આ કેદીઓ મુખ્યત્વે ડ્ર્ગ્સ ડિલિંગ, હ્યુમન ટ્રાફિકિંગ, પ્રોસ્ટિટ્યુશન, મર્ડર, ચોરી, ડોમેસ્ટિક વાયોલન્સ જેવા કિસ્સામાં આ પ્રકારની સજા ભોગવી રહ્યા છે. આથી અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોની જેલમાં ભારતીય કેદીઓ બંધ છે.

આ પણ વાંચો : Ukraine, Russia સહિત 99 દેશોમાં રહે છે ભારતીય વિદ્યાર્થીઓ, જાણો કયા દેશમાં કેટલા વિદ્યાર્થીઓ?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati