ભારતીય શેરબજાર નવા શિખરે પહોચ્યુ, સેન્સેક્સ 46 હજારને પાર

  • Publish Date - 4:17 pm, Wed, 9 December 20 Edited By: Bipin Prajapati
ભારતીય શેરબજાર નવા શિખરે પહોચ્યુ, સેન્સેક્સ 46 હજારને પાર
નાણાકીય વર્ષ 2021-22 નું સ્વાગત શેરબજારે તેજી સાથે કર્યું છે.

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બજારમાં ચારેતરફ ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. બીએસઈ સેન્સેક્સ 542 ઉછળીને 46,164.101 સુધી મહત્તમ સપાટી નોંધાવી અને નિફ્ટી 154.80 પોઇન્ટ વધીને13,548.90 સુધી દર્જ થયો છે. આ બંને સૂચકાંકોના ઉચ્ચતમ સ્તર છે.ઉલ્લેખનીય છે કે ૮ ઓક્ટોબરે ૪૦૧૮૦ની સપાટીએ નોંધાયેલો સેન્સેક્સ આજે ૯ ડિસેમ્બરે ૪૬૧૦૦ ને પર પહોંચી ગયો છે. બંને ઇન્ડેક્સ 1 ટકાની ઉપર વૃદ્ધિ નોંધાવી ચુક્યા છે.

આજના બજારને આઈટી અને બેન્કિંગ શેરએ લીડ કર્યું છે. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 510 અંક વૃદ્ધિ કારોબારમાં દેખાડી ચુક્યો છે. માર્કેટની તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ .183.18 લાખ કરોડને વટાવી ગઈ છે. બપોરે ૨ વાગ્યાના અરસામાં બજારમાં વધુ એક પડાવ પસાર થયો હતો. સેન્સેક્સ 46000 ના સ્તરને વટાવ્યો છે. નિફ્ટી પણ 13500 ને પાર નીકળી ગયો હતો. મિડકેપ અને નાના શેરો પણ મજબૂત સ્થિતિ રહી હતી. બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી શેરો તરફ રોકાણકારોનું વધુ ધ્યાન દેખાયું હતું.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

બજાર સૂચકઆંક વૃદ્ધિ
સેન્સેક્સ 46,103.50 494.99
નિફટી 13,529.10 136.15 (1.02%)

વૈશ્વિક બજારોની તેજીના સંકેતે ભારતીય શેરબજારને પણ મજબૂત સ્થિતિ અપાવી હતી. અમેરિકાના બજારોમાં ડાઓ જોંસ ૧૦૦ અંકથી વધુ ઉપર રહ્યો હતો જયારે નાસડેકે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી હતી. સેશીયાયી બજારોમાં શંઘાઇ કમ્પોઝીટને બાદ કરતા તમામ ઇન્ડેક્સ વૃદ્ધિ નોંધાવી બંધ થયા છે . આજે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 350 પોઇન્ટઅને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 213 અંક વધારા સાથે બંધ રહ્યો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 38 અંક ઘટીને 3,371 ની સપાટીએ બંધ રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati