ખુશખબરી! રેલવેના આ એક નિર્ણયથી હવે મુસાફરોને નહીં રહે વેઈટીંગ લીસ્ટની ચિંતા, જુઓ VIDEO

ખુશખબરી! રેલવેના આ એક નિર્ણયથી હવે મુસાફરોને નહીં રહે વેઈટીંગ લીસ્ટની ચિંતા, જુઓ VIDEO

રેલવેમાં ઓક્ટોબર સુધીમાં તમને કન્ફર્મ ટિકીટ મળે તેવું કંઇક થવા જઇ રહ્યું છે. એટલે હવે વેઇટીંગ લીસ્ટનું તમારું ટેન્શન થોડું ઓછું ચોક્કસ થવાનું છે. રેલવે રોજની 4 લાખ નવી સીટોની વ્યવસ્થા કરી રહ્યું છે. ટ્રેનની લંબાઇ વધાર્યા વગર જ સીટો વધારવાનું કામ હવે રેલવે કરવા જઇ રહ્યું છે. આ માટે એવી ટેકનીક અપનાવાશે જેનાથી 4 […]

Kunjan Shukal

|

Jul 14, 2019 | 3:02 AM

રેલવેમાં ઓક્ટોબર સુધીમાં તમને કન્ફર્મ ટિકીટ મળે તેવું કંઇક થવા જઇ રહ્યું છે. એટલે હવે વેઇટીંગ લીસ્ટનું તમારું ટેન્શન થોડું ઓછું ચોક્કસ થવાનું છે. રેલવે રોજની 4 લાખ નવી સીટોની વ્યવસ્થા કરી રહ્યું છે.

ટ્રેનની લંબાઇ વધાર્યા વગર જ સીટો વધારવાનું કામ હવે રેલવે કરવા જઇ રહ્યું છે. આ માટે એવી ટેકનીક અપનાવાશે જેનાથી 4 લાખ નવી સીટ રેલવેમાં રોજની ઉપલબ્ધ બનશે. હવે તમારી ટિકિટ વેઇટીંગ લીસ્ટમાં હોવાની શક્યતા ઘટી જવાની છે. જો કે સવાલ એ છે કે આખરે ટ્રેનની લંબાઇ નહીં વધે, કોચ નહીં વધે તો પછી સીટની સંખ્યા વધશે કેવી રીતે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોટાભાગની ટ્રેનમાં બે જનરેટર કોચ લાગેલા હોય છે. જેમાં એક કોચમાંથી તમામ ડબ્બાઓમાં વીજ સપ્લાય થાય છે અને બીજો જનરેટર કોચ રિઝર્વ રાખવામાં આવે છે. જો કે ભારતીય રેલવે હવે હેડ ઓન જનરેશન ટેકનીક અપનાવશે.

[yop_poll id=”1″]

ત્યારે રેલવેના અધિકારીઓ કહી રહ્યા છે કે ઓક્ટોબર મહિના સુધીમાં 5000 ડબ્બાઓમાં આ ટેકનિક અપનાવાશે. જેનાથી સીધો ફાયદો ડિઝલની બચતનો થશે અને વર્ષે 6000 કરોડની બચત રેલવેને થશે. આમ હેડ ઓન જનરેનશ ટેકનિકથી ઓક્ટોબર મહિના સુધીમાં શક્ય છે કે તમારી ટિકિટ વેઇટીંગમાં આવવાની શક્યતા ઘટી જાય, કારણ કે રોજ 4 લાખ બેઠકો આ ટેકનિકથી વધી જવાની છે એટલે તમને ગમે ત્યારે હવે કન્ફ્રમ ટીકિટ મળી જશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati