ભારતીય સેનાનું મોટું નિવેદન- PoK લેવા માટે તૈયાર, માત્ર સરકારી આદેશની રાહ જોઈ રહ્યા છીએ

તેમનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)માં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે.

ભારતીય સેનાનું મોટું નિવેદન- PoK લેવા માટે તૈયાર, માત્ર સરકારી આદેશની રાહ જોઈ રહ્યા છીએ
Indian Army (File)
TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Nov 23, 2022 | 7:23 AM

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે લાગેલ સેનાનું ઓપરેશન સતત ચાલુ છે. આ દરમિયાન સેના પણ પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. આ જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે સેના પીઓકેને પરત લેવા માટે તૈયાર છે. માત્ર સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.

સ્પષ્ટ છે કે સરકાર તરફથી આદેશ આવતાની સાથે જ સેના પીઓકેને પરત લેવા માટે અભિયાન શરૂ કરશે. તેમનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને ઘૂસણખોરીના પ્રયાસોને સતત નિષ્ફળ બનાવી રહી છે. મંગળવારે પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ટરનેશનલ બોર્ડર (IB) પરથી દેશમાં ઘૂસણખોરીના અલગ-અલગ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીએસએફના પ્રવક્તાએ આ જાણકારી આપી.

સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

તેમણે કહ્યું કે એક ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો, જ્યારે બીજી ઘટનામાં બીજા ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સતર્ક સૈનિકોએ સોમવારે વહેલી સવારે જમ્મુના અરનિયા સેક્ટર અને સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અરનિયા સેક્ટરમાં સરહદી વાડ તરફ આવતા પાકિસ્તાની ઘૂસણખોરી પર બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો.

પ્રવક્તાએ કહ્યું, પાકિસ્તાની ઘૂસણખોરોને રોકવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ માન્યા ન હતા. આ કારણે જવાનોએ ગોળીબાર કરવો પડ્યો, જેના કારણે તેનું મોત થયું. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અન્ય એક ઘટનામાં, સૈનિકોએ રામગઢ સેક્ટરમાં વાડની નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરનાર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. ગેટ ખોલ્યા બાદ તેને ભારતીય બાજુની વાડની નજીક લાવવામાં આવ્યો હતો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. તેની પાસેથી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati