ભારતીય સેના ખરીદશે સ્વીચ ડ્રોન, રૂપિયા 146 કરોડનો થશે ખર્ચ, જાણો તેની ખાસિયતો

ભારતીય સેનાએ તેની સરહદો પર નજર રાખવા માટે એક નવું પગલું ભર્યું છે. સેના હવે સ્વીચ ડ્રોન ખરીદવા જઈ રહી છે અને બુધવારે તેના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

  • Hardik Bhatt
  • Published On - 0:00 AM, 14 Jan 2021
Indian Army will buy switch drones, it will cost Rs 146 crore

ભારતીય સેનાએ તેની સરહદો પર નજર રાખવા માટે એક નવું પગલું ભર્યું છે. સેના હવે સ્વીચ ડ્રોન ખરીદવા જઈ રહી છે અને બુધવારે તેના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડ્રોન દિવસ અને રાત સરહદ પર નજર રાખી શકશે. તેમજ બે કલાક સુધી ઉડાન ભરવા માટે સક્ષમ હશે. ડ્રોન નિર્માતા કંપની આઈડિયાફોર્જે આ માહિતી આપી છે.

 

આઈડિયાફોર્જના મેનેજર અમિત થોકલે ટીવી9 સાથે વાત કરતાં કહ્યું કે ડ્રોન 4500 મીટરથી 6000 મીટરની ઉંચાઈ સુધી ઉડાન ભરવામાં સક્ષમ છે અને તેનું વજન 7 કિલો છે. જે 9થી 12 કંપનીઓ ડ્રોન સામેલ હતા, તેમાં આ સ્વિટ ડ્રોન શ્રેષ્ઠ સાબિત થયા છે. તેણે કહ્યું છે કે સ્વિચ ડ્રોનમાં ઉડવાની ક્ષમતા સૌથી વધુ રહી છે. તે 2 કલાકથી વધુ ઉડાન કરી શકે છે અને એક સમયે 15 કિ.મી.ના ત્રિજ્યામાં મોનિટર કરી શકે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વહન કરવામાં કોઈ મુશ્કેલી થશે નહીં. કોઈ વ્યક્તિ તેને સરળતાથી બેગમાં લઈ જઈ શકે છે.

એક વર્ષમાં સૈન્યમાં ડ્રોન પૂરા પાડવામાં આવશે

અમિત થોકલે કહ્યું કે સ્વીચ ડ્રોન હેલિકોપ્ટરની જેમ ઉડશે, પરંતુ તે વિમાનની જેમ ઉતરશે. જો કે આ માટે રનવેની જરૂર રહેશે નહીં. તે સૈન્યની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યું છે અને તમામ આવશ્યકતાઓ પર ખરૂ ઉતર્યુ છે. ભારતીય સૈન્ય આ ડ્રોન ખરીદવા માટે 20 મિલિયન ડોલર ખર્ચ કરશે અને એક વર્ષમાં તમામ ડ્રોન પૂરા પાડવામાં આવશે.

હાઈ રીઝોલ્યુશનનો ઉપયોગ

સ્વીચ ડ્રોનમાં ડે-નાઈટ કેમેરો છે, જેમાં 1280×720 પિક્સેલ્સ અને 25x ઓપ્ટિકલ ઝૂમ છે. તે ઓછી બેટરીમાં પાછી આપી શકે છે. આ સિવાય તે તીવ્ર પવનમાં ઉડવાની ક્ષમતા પણ ધરાવે છે અને તેની કોમ્યુનિકેશન રેન્જ હાઈ છે. આ ડ્રોનની મદદથી ભારતીય સૈન્ય તેના દુશ્મનો પર નજર રાખી શકશે. તેની બધી હરકતોને આ કેમેરા કેપ્ચર કરવામાં સક્ષમ હશે.

 

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટની મહારાજા પર આકરી ટિપ્પણી, કહ્યું ‘આ દિલ્હી છે વડોદરાનું કોઈ ગામ નથી’