ભારતને મળી મોટી સફળતા, ચીની સરહદ પર 6 નવા પહાડ પર કર્યો કબ્જો

ભારતને મળી મોટી સફળતા, ચીની સરહદ પર 6 નવા પહાડ પર કર્યો કબ્જો

ભારત અને ચીનની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર તણાવની સ્થિતિ બનેલી છે. બંને દેશો તરફથી કરવામાં આવેલા તમામ પ્રયત્નો છતાં સીમા પર તણાવની સ્થિતિ ખત્મ નથી થઈ. ત્યારે ભારતીય સેનાએ છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન એલએસીથી લાગેલા 6 નવા મોટા ઠેકાણાઓ પર પોતાની પક્ડ મજબૂત કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની વચ્ચે ભારતીય સેનાએ 6 નવા ઠેકાણા પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ભારતીય સેનાની ટુકડીઓએ જે જગ્યાઓ પર પક્ડ વધારી છે, તેમાં મગર હિલ, ગુરંગ હિલ, રિચેન લા, રેજાંગ લા, મુખપરી અને ફિંગર 4થી લાગેલા ઠેકાણાઓ સામેલ છે.

indian-army-occupied-six-new-major-hill-lac-ongoing-conflict-chinese-army-eastern-ladakh

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઠેકાણાઓ અત્યાર સુધી ખાલી પડેલા હતા પણ તેની પર કબ્જો જમાવવાની ફિરાકમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી લાગેલી હતી. આ પ્રકારે ભારતીય સેનાએ તેની પર પોતાની ઉપસ્થિતિ દાખલ કરાવી PLA પર વધારો કરી લીધો છે. જે ઠેકાણો પર સેનાએ પોતાની પક્ડ મજબૂત કરી છે, તે એલએસીની ભારતીય સાઈડમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે ચીની સેનાએ પોતાના સંયુક્ત હથિયાર બ્રિગેડની લગભગ 3000થી વધારે ટુકડીઓને રેજાંગ લા અને રિચેન લાની પાસે તૈનાત કરી દીધી છે. તેમાં ઈન્ફેન્ટ્રી અને બખ્તરબંધ સેના સામેલ છે. તે સિવાય ચીની સેનાની મોલ્ડ ગેરીસન પણ પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા છેલ્લા ઘણા અઠવાડિયામાં સૈનિકોની સાથે પુરી રીતે સક્રિય થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati