કોરોના કટોકટીમાં ભારતીય વાયુ સેના બન્યુ ‘રક્ષક’ 180 થી વધુ ક્રાઓજેનિક ઓક્સિજન કન્ટેનરની કરી હેરફેર

ભારતીય વાયુસેનાની RAMT ( રેપિડ એક્શન મેડિકલ ટીમ ) તબીબી અધિકારીઓ અને ભારતીય નૌકાદળના જવાનોને પણ વિમાનમાં એર લિફ્ટ કરવામાં આવ્યા છે.

  • Bipin Prajapati
  • Published On - 12:35 PM, 5 May 2021
કોરોના કટોકટીમાં ભારતીય વાયુ સેના બન્યુ 'રક્ષક' 180 થી વધુ ક્રાઓજેનિક ઓક્સિજન કન્ટેનરની કરી હેરફેર
ભારતીય વાયુ સેના દ્વારા ક્રિઓજેનિક ઓક્સિજન કન્ટેનરની કરાઈ હેરફેર

ભારત, કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યું છે. એક સાથે અનેક કેસ આવતા સરકારે કરેલી વ્યવસ્થા પડી ભાંગી છે. જેના કારણે ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજન અને બેડ, ઈન્જેકશન અને અન્ય સાધનોની તંગી છે. દરમિયાન, ઈન્ડિયન એરફોર્સ (Indian Air Force) દેશમાં ઓક્સિજન ટેન્કર અને સિલિંડરોને પરિવહન કરવા માટે અનેક સ્થાનિક ફ્લાઇટ્સ ચલાવી રહી છે.

ભારતીય વાયુ સેના દ્વારા 180 થી વધુ ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરની (Cryogenic oxygen containers) હેરફેર કરવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન સાધનો, આવશ્યક દવાઓ અને હોસ્પિટલનાં સાધનો જેવા અન્ય રાહત સામગ્રીઓ કે કોવીડ19ના ઉપયોગમાં લઈ શકાય તેનું પરિવહન કરવામાં આવ્યુ.

ભારતીય વાયુસેનાની RAMT (રેપિડ એક્શન મેડિકલ ટીમ), તબીબી અધિકારીઓ અને ભારતીય નૌકાદળના જવાનોને પણ વિમાનમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા, સામાનની હેરફાર માટે કુલ આઠ સી -17, ચાર આઈ.એલ.-76, 10 સી -130 અને 20 એએન -32 વિમાન, તેમજ એમ-17 વી 5 અને ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સી -17 વિમાનની મદદથી ઓક્સિજન ટેન્કર વહન કરાયું હતું
ભારતમાં કોરોનાની બીજી લહેરે સર્જેલી ભયાનક સ્થિતિમા મદદ કરવા અનેક દેશ આગળ આવ્યા છે. આ દેશમાંથી ઓક્સિજન લાવવા માટે ભારતીય વાયુસેના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને વિદેશમાંથઈ એક્સિજન લાવવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. કોરોના સંકટ સમયે અચાનક ઊભી થયેલી ભયંકર પરિસ્થિતિમાં લોકોને હવાલો આપવા માટે એરફોર્સ કામ કરી રહી છે. ઓક્સિજન ટેન્કર અને કન્ટેનર ભારત અને વિદેશથી ભારતના જુદા જુદા સ્થળોએ પહોંચાડવામાં આવી રહ્યા છે.

અગાઉ ભારતીય વાયુસેના દ્વારા 13 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર બેંગકોક (Bangkok), સિંગાપોર(Singapore) અને દુબઇ(Dubai)થી લાવ્યું હતું, ત્રણ ઓક્સિજન ટેન્કર હિંડોનથી રાંચી, બે ચંદીગઢથી રાંચી, બે ચંદીગઢથી ભુવનેશ્વર, ચાર મુંબઇથી ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. બે લખનૌથી રાંચી અને બે જોધપુરથી જામનગર લઈ જવાયા હતા. ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે, આ ટેન્કરો સી -17 વિમાનની મદદથી લઈ જવામાં આવ્યા હતા.