ભારતમાં મે-જૂનમાં બમણું થશે કોવેકસિનનું ઉત્પાદન, સપ્ટેમ્બર સુધી દર મહિને તૈયાર થશે 10 કરોડ ડોઝ

કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મે-જૂન મહિનામાં દેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન બમણું કરવામાં આવશે. ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ રસીના ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.

ભારતમાં મે-જૂનમાં બમણું થશે કોવેકસિનનું ઉત્પાદન, સપ્ટેમ્બર સુધી દર મહિને તૈયાર થશે 10 કરોડ ડોઝ
ભારતમાં મે-જૂનમાં બમણું થશે કોવેકસિનનું ઉત્પાદન
Chandrakant Kanoja

|

May 12, 2021 | 5:59 PM

વિશ્વના સૌથી મોટું રસીકરણ અભિયાન અત્યારે ભારતમાં ચાલી રહ્યું છે. છે. જો કે દેશમાં 1 મેથી 18 વર્ષથી 44 વર્ષની વયજુથ માટે રસીકરણ શરૂ થયા પછી રસીના પુરવઠા અને માંગમાં મોટો તફાવત જોવા મળ્યો છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મે-જૂન મહિનામાં દેશી રસી Covaxinનું ઉત્પાદન બમણું કરવામાં આવશે. ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર સુધીમાં દર મહિને  10 કરોડ Covaxin રસીના ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનિકલ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર આત્મ નિર્ભર ભારત મિશન 3.0 હેઠળ સ્વદેશી રસીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ મિશન અંતર્ગત ભારત સરકારનો બાયોટેકનોલોજી વિભાગ રસી ઉત્પાદન માટે ભંડોળ પૂરું પાડે છે. હાલમાં દર મહિને એક કરોડ સ્વદેશી રસી Covaxin બનાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેનું ઉત્પાદન બમણું કરવામાં આવશે અને ત્યારબાદ જુલાઈ-ઓગસ્ટ સુધીમાં તેને વધારીને 6-7 ઘણું કરવામાં આવશે. સપ્ટેમ્બર 2021 સુધીમાં આ રસીના 10 કરોડ ડોઝનું ઉત્પાદન દર મહિને કરવામાં આવશે.

જાહેર ક્ષેત્રની ત્રણ ફાર્મા કંપનીઓને પણ ફંડ આપવામાં આવી રહ્યું છે

દેશમાં રસીના ઉત્પાદનમાં વધારો કરવા માટે જાહેર ક્ષેત્રની ત્રણ ફાર્મા કંપનીઓને પણ ફંડ આપવામાં આવી રહ્યું છે. આમાં પહેલી કંપની હાફકીન બાયોફર્માટ્યુટિકલ્સ કોર્પોરેશન લિમિટેડ છે. આ કંપની મુંબઇ સ્થિત છે. આ કંપનીને કેન્દ્ર સરકાર દ્વારા 65 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવશે. અહીંથી દર મહિને આશરે 2 કરોડ રસી ડોઝનું નિર્માણ થઈ શકે છે. આ ઉપરાંત ઈન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડને પણ મદદ કરવામાં આવશે જેથી તે દર મહિને 1.5 કરોડ રસી ડોઝ ઓગસ્ટ સુધી આપી શકે. રસીના ઉત્પાદન માટે ત્રીજી કંપનીની પણ પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના વધતાં કેસ અને કોરોના વેક્સિનની અછત વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલિયોની રસી બનાવતી કંપની ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ કોઓપરેશન (બીઆઇબીસીએલ) ને કોરોનાની રસી ઉત્પન્ન કરવાની મંજૂરી આપી છે.આ કંપની દર મહિને 1.5 કરોડ કોવેક્સિનનું ઉત્પાદન કરશે.

ત્તર પ્રદેશના બુલંદશહેરમાં કોરોનાની રસી  કોવેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પોલિયોની રસી બનાવતી  કંપની ભારત ઇમ્યુનોલોજિકલ અને બાયોલોજીકલ કોઓપરેશન (બીઆઇબીસીએલ) ને આ રસી ઉત્પન્ન કરવાની મંજૂરી આપી છે. કંપની દર મહિને 1.5 કરોડ કોવેક્સિનનું ઉત્પાદન કરશે. રસીના અભાવ અંગેની ચર્ચા વચ્ચે સમગ્ર દેશ માટે આ  રાહતના સમાચાર છે. 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati