17 કરોડથી વધુ લોકોને રસી આપીને વેક્સિનેશન મુદ્દે અમેરિકા-ચીનને પાછળ રાખતુ ભારત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સોમવારે કહ્યું હતું કે ભારતમાં 17 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. રસી માટે 17 કરોડના આ આંકડાએ પહોંચવામાં ચીનને 119 દિવસનો જ્યારે અમેરિકાને 115 દિવસનો સમય લાગ્યો.

17 કરોડથી વધુ લોકોને રસી આપીને વેક્સિનેશન મુદ્દે અમેરિકા-ચીનને પાછળ રાખતુ ભારત
45 વર્ષથી વધુ વય ધરાવનારાઓ માટે રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી
Bipin Prajapati

|

May 10, 2021 | 3:27 PM

કોરોના સામે રસીકરણ અભિયાનમાં ભારત હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી રસીકરણ કરનાર દેશ ભારત બન્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સોમવારે કહ્યું હતું કે ભારતમાં 17 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણના આટલા આંકડા પર પહોંચવા માટે ચીનને 119 દિવસનો સમય લાગ્યો, જ્યારે યુએસને 115 દિવસનો સમય લાગ્યો હતો.

ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોના રસીકરણનો પ્રારંભ 2 ફેબ્રુઆરીથી કરાયો હતો. આ પછી, અન્ય ઉંમર વાળાઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યુ હતું. દેશમાં અત્યાર સુધીમાં 17 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આજે સોમવાર 10મી મે 2021ના સવારે 7 વાગ્યા સુધીમાં, દેશમાં 24,70,799 સેશન હેઠળ 17,01,76,603 લોકોને રસી આપવામાં આવી છે.

જાણો કયા વય જૂથના લોકોમાં રસીકરણ કેટલું થયું છે

આમાં 95,47,102 હેલ્થકેર વર્કર્સ (HCW)કે જેમણે પ્રથમ ડોઝ લીધો હતો અને 64,71,385 હેલ્થકેર જેણે બીજા ડોઝ લીધા હતો. 1,39,72,612 ફ્રન્ટલાઈન વર્કર્સ (FLW) એ પ્રથમ ડોઝ લીધો હતો. 77,55,283 ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવાયો છે. આ જ સમયે 18-44 વર્ષની વય જૂથના 20,31,854 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. આ સાથે, 45,60 વર્ષની વયના 5,51,79,217એ પ્રથમ અને 65,61,851 લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 60 વર્ષથી ઉપરના 5,36,74,082 લોકોએ રસીનો પહેલો અને 1,49,83,217 લોકોએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે.

દેશમાં અત્યાર સુધી આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 66.79 ટકા રસી મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે દેશમાં 18–44 વર્ષની વયના 2,46,269 લાભાર્થીઓને 24 કલાકના અંતરમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, અને 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 20,31,854 લોકોને 24 કલાકના સમય સમયગાળામાં 6.8 લાખથી વધુ લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો હતા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati