ભારતની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું નથી અને કરીશું નહી : રાજનાથ સિંહ

દેશના સંરક્ષણ પ્રધાન Rajnath Singh  એ રવિવારે તમિલનાડુના સેલમમાં ભારતીય જનતા યુવા મોરચાના સંમેલનમાં સંબોધન કર્યું હતું.

ભારતની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું નથી અને કરીશું નહી : રાજનાથ સિંહ

દેશના સંરક્ષણ પ્રધાન Rajnath Singh  એ રવિવારે તમિલનાડુના સેલમમાં ભારતીય જનતા યુવા મોરચાના સંમેલનમાં સંબોધન કર્યું હતું. સંરક્ષણ પ્રધાને કહ્યું કે અમે ક્યારેય ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું નથી અને કરવાના નથી. એલએસી પર વિવાદ વાળા ક્ષેત્રમાંથી સેનાની વાપસી વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પુનરોચ્ચાર કર્યો કે તેઓ ભારત અને ભારતવાસીઓનું મસ્તક ક્યારેય ઝૂકવા નહી દે.

સંરક્ષણ પ્રધાન Rajnath Singh  એ  કહ્યું કે જ્યારે દેશ કટોકટીનો સામનો કરે છે ત્યારે વિકાસનું મોડેલ કેટલું મજબૂત છે તેની ખરી કસોટી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે કુશળતા સાથે આ પડકારને પહોંચી વળવા દેશને તૈયાર કર્યો તે ખૂબ જ અતુલ્ય અને પ્રેરણાદાયી છે. આ કુશળતાને લીધે અમે ફક્ત કોરોના પર કાબૂ મેળવવામાં સફળ થયા નથી પણ રોગચાળાના રોકથામ માટે ‘મેક ઇન ઇન્ડિયા’ રસી બનાવવામાં પણ સફળતા મેળવી છે.

સંરક્ષણ પ્રધાન Rajnath Singh  એ  કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ભારતની અર્થવ્યવસ્થાને પણ અસર થઈ હતી, પરંતુ અમારી સરકારે એવા કામ કર્યા છે કે હવે આઇએમએફએ પણ કહ્યું છે કે 2021-22માં ભારતનો જીડીપી 11 ટકા રહેશે. આજે આપણે કોવિડ રસીનો ઉપયોગ માત્ર દેશમાં જ નથી કરી રહ્યા પરંતુ અન્ય દેશોને પણ રસી આપીને મદદ કરી રહ્યા છીએ.

સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે કિસાન સન્માન નિધિ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા આપવાનું કામ કર્યું છે. અમે ગામ અને શહેરી માળખાગત સુવિધા માટે રૂ. 100 લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યા છીએ. ગામની અર્થવ્યવસ્થા વિકસિત થાય તે માટે અમે ગામમાં પાકા રસ્તાઓ પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. હું મારા તમિલનાડુના મિત્રોને કહેવા માંગુ છું કે સેલમ ચેન્નઈ એક્સપ્રેસ વે માટેની બિડ 2021-22માં શરૂ થવાની છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati