CSIRના વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો ! કોવિડ -19 વેક્સિનેશન બાદ પણ દેેશમાં અમુક લોકોને બુસ્ટર શોટની જરૂર પડી શકે

પલ્મોનોલોજિસ્ટ અને તબીબી સંશોધક અગ્રવાલે જણાવ્યુ હતુ કે,"કોવિડ -19 નો હજુ અંત આવ્યો નથી"ઉપરાંત તેમણે આગામી મહિનાઓમાં તહેવારોને કારણે કોરોના સંક્રમણ વધવાની પણ ચેતવણી આપી છે.

CSIRના વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો !  કોવિડ -19 વેક્સિનેશન બાદ પણ દેેશમાં અમુક લોકોને બુસ્ટર શોટની જરૂર પડી શકે
Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 12:46 PM

Vaccine Booster Dose : કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યુ છે અને કોરોનાનો એકમાત્ર રામબાણ ઈલાજ ગણાતી વેક્સિનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.સરકાર દ્વારા પણ વેક્સિનેશનની (Vaccination) કામગિરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.ત્યારે હાલ CSIRના વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સિન અંગે ચોંકાવનારો દાવો કર્યો છે.

SARS-CoV-2 કોરોનાના અંગે સંશોધન કરી રહી છે

ઇન્સ્ટીટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB) ના ડિરેક્ટર અનુરાગ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, “ભારતમાં કોવિડ -19 રસીકરણ બાદ પણ બૂસ્ટર શોટની જરૂર પડી શકે છે, પરંતુ તેની જરૂરિયાત તાત્કાલિક રહેશે નહિ.” IGIB, વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) અંતર્ગત એક સંસ્થા, SARS-CoV-2 કોરોનાના અંગે સંશોધન કરી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વેક્સિનનો એક ડોઝ પણ કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપે છે : સંસ્થા

આ સંસ્થાએ જણાવ્યુ હતુ કે, “કોવિડ -19 વેક્સિનના ડોઝ સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત અથવા સારી રહે તેવી અપેક્ષા છે. ઉપરાંત વેક્સિનનો એક ડોઝ પણ કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપે છે, વધુમાં તેમણે ઉમેર્યું કે, ICMR જૂન 2021 ના સર્વેક્ષણમાં 60 ટકાથી વધુની ઉચ્ચ સેરોપોઝિટિવિટીના (Sero Positivity) આધારે મોટી સંખ્યામાં ભારતીયોને આ સમયે બૂસ્ટરની જરૂર નહીં પડે.”

જો કે તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ જોખમ અથવા ઉચ્ચ એક્સપોઝર લોકોને કદાચ બૂસ્ટર શોટ્સની જરૂર પડી શકે છે, કારણ કે આપણે લોકોની ચોક્કસ સંક્રમિત સ્થિતિ જાણતા નથી ,તેથી બૂસ્ટર આપવું વધુ લાભદાયક નીવડી શકે છે”.

કોવિડ -19 નો હજુ અંત આવ્યો નથી

પલ્મોનોલોજિસ્ટ અને તબીબી સંશોધક અગ્રવાલે જણાવ્યુ હતુ કે,”કોવિડ -19 નો હજુ અંત આવ્યો નથી”ઉપરાંત તેમણે આગામી મહિનાઓમાં તહેવારોને કારણે કોરોના સંક્રમણ વધવાની ચેતવણી આપીને સાવચેતી રાખવા સુચવ્યુ છે.

કોને પડશે બુસ્ટર ડોઝની જરૂર ?

જો કે, તેમણે સ્પષ્ટ કર્યું હતુ કે, ત્રીજી લહેર સામાન્ય રીતે નવા વેરિએન્ટ્સના (New Variants) ઉદભવ પર વધુ આધાર રાખે છે ,જેથી કોરોના ગાઈડલાઈનનો અમલ કરવો ખુબ જરૂરી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, બૂસ્ટર ડોઝ મોટે ભાગે એવા લોકો માટે જરૂરી રહેશે કે જેમને વાયરસના વધુ પડતા જોખમ જેવા કે હેલ્થકેર કર્મચારીઓ માટે અથવા વૃદ્ધો અથવા સહ-રોગ ધરાવતા લોકો માટે જરૂરી રહેશે.

આ પણ વાંચો : Viral Video : બાળકને શાંત રાખવા માટે પિતાએ ગિટાર વગાડીને ગાયુ ગીત, વીડિયો જોઇ તમારા ચહેરા પર આવી જશે સ્મિત

આ પણ વાંચો : Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">