
રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 47મા આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કર્યું. તેમણે જણાવ્યું હતું કે ભારત અને આસિયાન મળીને વિશ્વની વસ્તીના 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભારત અને અન્ય આસિયાન દેશોની તાકાત દર્શાવે છે. તેમણે ભાર મૂક્યો હતો કે આ દેશોના ભારત સાથે ઊંડા અને ઐતિહાસિક સંબંધો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન પરિવારમાં જોડાવા બદલ આનંદ વ્યક્ત કર્યો અને સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમને અભિનંદન આપ્યા.
પીએમ મોદીએ ભાર મૂક્યો કે આસિયાન ભારતની “એક્ટ ઇસ્ટ પોલિસી”નો આધારસ્તંભ છે અને પ્રાદેશિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને વચ્ચે સહયોગ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને આસિયાન “ગ્લોબલ સાઉથ” ના સારથી છે, અને ભારત કટોકટીના સમયમાં તેના આસિયાન મિત્રો સાથે મજબૂત રીતે ઉભું છે.
તેમણે કહ્યું કે ભારત ક્યારેય કોઈપણ સંજોગોમાં તેના કોઈપણ મિત્ર દેશને છોડતું નથી. જો કોઈ મિત્ર દેશને આપણી જરૂર હોય, તો ભારત તેમની સાથે ઉભું છે.
My remarks during the ASEAN-India Summit, which is being held in Malaysia. https://t.co/87TT0RKY8x
— Narendra Modi (@narendramodi) October 26, 2025
PM મોદીએ વધુમાં કહ્યું, “હું આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું સ્વાગત કરું છું. થાઈલેન્ડના મહારાણીની માતાના નિધન પર હું મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે મળીને, ભારત અને આસિયાન વિશ્વની એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. અમે માત્ર ભૂગોળ જ નહીં, પરંતુ ઊંડા ઐતિહાસિક સંબંધો અને સહિયારા મૂલ્યો પણ શેર કરીએ છીએ.” અમે ગ્લોબલ સાઉથનો ભાગ છીએ. અમે માત્ર વેપાર સંબંધો જ નહીં પરંતુ સાંસ્કૃતિક સંબંધો પણ શેર કરીએ છીએ.
આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારથી કુઆલાલંપુરમાં શરૂ થઈ રહેલા 47મા ASEAN સમિટ પહેલા મલેશિયા પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસમાં સત્તામાં પાછા ફર્યા પછી આ મુલાકાત એશિયાની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત માનવામાં આવે છે. તેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના નવેસરથી સક્રિય જોડાણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. યુએસ ટેરિફ અને વેપાર નીતિઓની અસર પ્રદેશના અર્થતંત્રો પર દબાણ લાવી રહી છે, અને આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે ASEAN ની તટસ્થતા અને એકતાની કસોટી થઈ રહી છે.
આ વર્ષની સમિટને ઘણી રીતે ઐતિહાસિક માનવામાં આવે છે. પૂર્વ તિમોર-લેસ્ટેને ઔપચારિક રીતે ASEAN ના 11મા સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે, જે 26 વર્ષમાં બ્લોકનું પ્રથમ વિસ્તરણ છે. લગભગ 1.4 મિલિયનની વસ્તી ધરાવતો આ નાનો દેશ હવે ASEAN ના વેપાર, રોકાણ અને વિકાસ માળખાનો ભાગ બનશે.
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:19 pm, Sun, 26 October 25