ચાઈનીઝ રમકડાનો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યુ ભારતમાં બનાવો રમકડા-ગેમ્સ, મન કી બાતમાં 68મી વાર કર્યુ સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડીયો ઉપર 68મી વાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. વિવિધ મુદ્દાઓને ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા યુવાનોને કહ્યું કે, આપણા દેશમાં ગેમ્સ બનાવો. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથે સીમા ઉપર ચાલી રહેવા વિવાદને પગલે આ પ્રકારનું નિવેદન કરીને દેશમાં ચાઈનીઝ રમકડા […]

ચાઈનીઝ રમકડાનો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યુ ભારતમાં બનાવો રમકડા-ગેમ્સ, મન કી બાતમાં 68મી વાર કર્યુ સંબોધન
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 4:16 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડીયો ઉપર 68મી વાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું હતું. વિવિધ મુદ્દાઓને ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા યુવાનોને કહ્યું કે, આપણા દેશમાં ગેમ્સ બનાવો. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથે સીમા ઉપર ચાલી રહેવા વિવાદને પગલે આ પ્રકારનું નિવેદન કરીને દેશમાં ચાઈનીઝ રમકડા એક પ્રકારે બહિષ્કાર કરવા અને ભારતમાં જ ચીન જેવા રમકડા અને ગેમ્સ બનાવવા ઉપર ભાર મૂક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કોવીડની સ્થિતિ સામાન્ય બને અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવાનું થાય તો ત્યા બનેલા વિવિધ પાર્ક ખાસ કરીને પોષણ પાર્કની મુલાકાત લેવા જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમકડાનુ માર્કેટ બહુ મોટુ હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે, નાના અને મધ્યમ ઉદ્યોગોની સાથે મોટા અને વ્યક્તિગત સાહસીકો આ પ્રકારની કામગીરી કરે. ભારતના કેટલાક ક્ષેત્ર રમકડાના ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. જેમાં કર્ણાટકના રામનગરમ, ચેન્નાપટણા, આન્ધ્રપ્રદેશના કૃષ્ણામાં કોડાપલ્લી, તામિલનાડુમાં તંજોર, અસામમા ઘુબરી અને ઉતરપ્રદેશના વારાણસી મુખ્ય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી અને દુરદર્શન દ્વારા મન કી બાત કાર્યક્રમથી દેશને સંબોધન કરે છે. જેમાં દર મહિને વિવિધ મુદ્દાઓને આવરી લે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">