કોરોનાની દહેશત વચ્ચે મોટો નિર્ણય: આ તારીખ સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટના અવરજવર પર પ્રતિબંધ

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટની અવર જવર પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કોરોનાની દહેશત વચ્ચે મોટો નિર્ણય: આ તારીખ સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટના અવરજવર પર પ્રતિબંધ
International flights ban till 28 february
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 2:06 PM

International Flights Suspension: દેશમાં કોરોના વાયરસના (Corona Virus) વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટની (Commercial Flight) અવરજવર પર 28 ફેબ્રુઆરી 2022 સુધી પ્રતિબંઘ લગાવવામાં આવ્યો છે. જો કે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાથી કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર કોઈ અસર થશે નહીં.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત

તમને જણાવી દઈએ કે, અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 રોગચાળાને કારણે 23 માર્ચ 2020 થી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

એરલાઈન્સને નુકસાન થવાની શક્યતા

કોરોના વાયરસની ત્રીજી લહેર અને એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં વધારો થતા ચાલુ નાણાકીય વર્ષમાં એરલાઇન કંપનીઓની ખોટ વધીને 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. ક્રિસિલના અહેવાલ મુજબ, એરલાઇન્સ (Airlines)  ચાલુ નાણાકીય વર્ષમાં તેમની અત્યાર સુધીની સૌથી મોટી ખોટ તરફ આગળ વધી રહી છે.

આ નુકસાન ગયા નાણાકીય વર્ષમાં લગભગ 13,853 કરોડ હતુ. ઈન્ડિગો, સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા પર આધારિત અહેવાલ મુજબ, જે એકસાથે 75 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો હિસ્સો ધરાવે છે, તે આ નુકસાન નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં ભરપાઈ થઈ જશે.

કોરોનાના કેસમાં અચાનક ઉછાળો

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 82,970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 8,961 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ દેશમાં દૈનિક પોઝિટિવિટિ દર વધીને 15.13% છે. આથી કોરોના કેસમાં અચનાક ઉછાળો આવતા સરકાર દ્વારા નિયોમોમાં કડકાઈ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ન્યાયતંત્ર પર કોરોનાનું ગ્રહણ! Supreme Courtના 10 જજ અને 400થી વધુ કર્મચારીઓ Covid પોઝિટિવ

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">