આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવો નિયમ, ભારત પ્રવાસ માટે હવે નહીં ભરવું પડે આ ફોર્મ

હવાઈ ​​મુસાફરોને રસીકરણ પ્રમાણપત્ર અને કોવિડ ટેસ્ટ રિપોર્ટ આપવો ફરજિયાત હતો. આ માટે એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડતું હતું, પરંતુ હવે આનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને રાહત મળી છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવો નિયમ, ભારત પ્રવાસ માટે હવે નહીં ભરવું પડે આ ફોર્મ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 10:34 PM

હવાઈ ​​મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે લાદવામાં આવેલા કેટલાક પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી રહી છે. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે નહીં. આ ફોર્મ રસીકરણ સાબિત કરવા માટે આ ફોર્મ ભરવું ફરજિયાત હતું, પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય આજે મધરાતથી લાગુ કરવામાં આવશે. કોરોના રોગચાળા દરમિયાન, હવાઈ મુસાફરી પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેથી વાયરસના સંક્રમણને અટકાવી શકાય.

હવાઈ ​​મુસાફરોને રસીકરણ પ્રમાણપત્ર અને કોવિડ ટેસ્ટ રિપોર્ટ આપવો ફરજિયાત હતો. આ માટે એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડતું હતું, પરંતુ હવે આનાથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને રાહત મળી છે. સોમવારે સાંજે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નોટિસ જાહેર કરીને કહ્યું કે દેશ અને દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોવિડ સંક્રમણ માટે પણ ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં રસીકરણ પણ મોટાપાયે થયું છે. તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે એક સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવા નિયમો આજે મધરાતથી લાગુ થશે

આ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સેલ્ફ ડિકલેરેશન ફોર્મને બંધ કરવાનો નિર્ણય 22 નવેમ્બરથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિદેશથી ભારત આવતા મુસાફરોએ હવે 21-22 નવેમ્બરની મધ્યરાત્રિથી એર સુવિધા પોર્ટલ પર જઈને ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ સાથે જ કોવિડનો ટેસ્ટ રિપોર્ટ RT-PCR આપવાની જરૂર રહેશે નહીં.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">