ભારતમાં સતત કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 22,752 પોઝિટિવ કેસ

ભારતમાં સતત કોરોનાના કેસમાં ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 22,752 પોઝિટિવ કેસ
તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશમાં સતત કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. પ્રતિદિવસ 20 હજારથી વધારે કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો દેશમાં 22,752 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં કુલ 482 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

22752-new-covid-19-cases-and-482-deaths-in-the-last-24-hours

તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં 2 લાખ 64 હજાર 944 એક્ટિવ કેસ છે. કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 20,642 લોકોના જીવ ગયા છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે દેશમાં કોરોના વાઈરસના સામે 4,56,830 લોકોએ જિંદગીનો જંગ જીત્યો છે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. જો છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મંગળવારના રોજ નવા 5134 નવા પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે 9250 લોકોનો જીવ ગયો છે. એશિયાની સૌથી મોટા સ્લમ વિસ્તાર ધારાવીમાં મંગળવારના રોજ 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. આ સ્લમમાં કુલ 2335 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati