INDIA CORONA UPDATE : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,279 નવા કેસ, 541 લોકોના મૃત્યુ

દેશમાં અત્યાર સુધીમાં 6.8 ટકા લોકોએ રસીને પહેલો ડોઝ લીધો છે.તો 25.3 ટકા લોકો રસીના બંને ડોઝ લગાવીને ફૂલ રક્ષણ મેળવી ચુક્યા છે.

INDIA CORONA UPDATE : દેશમાં 24 જુલાઈ 2021 ના રોજ કોરોના સંક્રમણના પાછલા 24 કલાકમાં 40,279 નવા કેસ સામે આવ્યા, તો કાળમુખો કોરોના વધુ 541 લોકોને ભરખી ગયો.દેશમાં કોરોનાથી કુલ મોતનો આંકડો 4 લાખ 20 હજારને પાર કરી ગયો છે.ભારતમાં પાછલા 24 કલાકમાં 40 હજારથી વધારે લોકો સારવાર બાદ સ્વસ્થ પણ થયા. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 5 લાખથી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે.દેશમાં કોરોના રસીકરણ પણ પુરજોશમાં આગળ વધી રહ્યું છે.દેશમાં અત્યાર સુધીમાં 6.8 ટકા લોકોએ રસીને પહેલો ડોઝ લીધો છે.તો 25.3 ટકા લોકો રસીના બંને ડોઝ લગાવીને ફૂલ રક્ષણ મેળવી ચુક્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati