દેશમાં જ્યાં કોરોના પોઝિટીવીટી રેટ વધારે હોય ત્યાં છ થી આઠ સપ્તાહનું લોકડાઉન જરૂરી: ડો. બલરામ ભાર્ગવ

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ અંગે જણાવતા આઈસીએમઆર (ICMR)ના વડા ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો ચેપ વધારે હોય ત્યાં કોરોનાને કાબુમાં લેવા માટે વધુ 6 થી 8 અઠવાડિયાનું લોકડાઈન જરૂરી છે. આ બાબત તેમણે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી.

દેશમાં જ્યાં કોરોના પોઝિટીવીટી રેટ વધારે હોય ત્યાં છ થી આઠ સપ્તાહનું લોકડાઉન જરૂરી: ડો. બલરામ ભાર્ગવ
કોરોના પોઝિટીવીટી રેટ વધારે હોય ત્યાં છ થી આઠ સપ્તાહનું લોકડાઉન જરૂરી

દેશમાં સતત વધી રહેલા Corona વાયરસના કેસ અંગે જણાવતા આઈસીએમઆર (ICMR)ના વડા ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો ચેપ વધારે હોય ત્યાં કોરોનાને કાબુમાં લેવા માટે વધુ 6 થી 8 અઠવાડિયાનું લોકડાઈન જરૂરી છે. આ બાબત તેમણે એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી.

ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ (ICMR)ના વડા ડો. બલરામ ભાર્ગવએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એવા તમામ જિલ્લાઓમાં કડક  પ્રતિબંધો હોવા જોઈએ જ્યાં Corona ચેપનું પ્રમાણ પરીક્ષણ કરાયેલા લોકોના 10% કરતા વધારે છે.

હાલમાં, ભારતના 718 જિલ્લાઓમાંથી 533 જિલ્લામાં Corona પોઝિટીવીટી  રેટ 10 ટકાથી વધારે છે. જેમાં મોટા શહેરો નવી દિલ્હી, મુંબઇ અને ટેક હબ બેંગલુરુનો પણ સમાવેશ થાય છે.

ભાર્ગવની આ ટિપ્પણી પહેલીવાર આવી છે કે કોઈ વરિષ્ઠ સરકારી અધિકારીએ દેશમાં લોકડાઉન કેવી રીતે લગાવવું તેમ જણાવ્યું છે. જો કે દેશમાં મોટાભાગના રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આર્થિક પ્રભાવને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવાથી પીછેહઠ કરી રહી છે. અને તેમણે આ બાબત રાજ્ય સરકારો પર છોડી દીધી છે.

કેટલાક રાજ્યોએ વાયરસના ફેલાવોને રોકવા માટે આર્થિક પ્રવૃત્તિ અને જાહેર અવર જવર પર વિવિધ સ્તરે પ્રતિબંધ મૂક્યા છે. જેની મોટે ભાગે સમીક્ષા કરવામાં આવે છે અને સાપ્તાહિક અથવા પખવાડિયાના આધારે તેને વધારવામાં આવે છે.

તેમણે કહ્યું વધુ પોઝિટીવિટી રેટ ધરાવતા જિલ્લાઓમાં લોકડાઉન રહેવું જોઇએ. જયાં પોઝિટીવિટી રેટ 5 થી 10 ટકા વચ્ચે છે તેને છૂટછાટ આપી શકાય છે. પરંતુ આમાં છ- આઠ અઠવાડિયામાં સુધારો નહિ થાય. દેશની ટોચની તબીબી સંશોધન સંસ્થા, આઈસીએમઆરના વડા ડો. બલરામ ભાર્ગવે નવી દિલ્હીના મુખ્ય મથક પર એક મુલાકાતમાં આ જણાવ્યું હતું.

તેમણે દિલ્હીનો ઉલ્લેખ કરતા કહ્યું કે દિલ્હી ભારતના સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે જેમાં પોઝિટીવીટી રેટ લગભગ 35% ની આસપાસ પહોંચી ગયો હતો.જે હવે તે ઘટીને લગભગ 17 ટકા થઈ ગયો છે. ભાર્ગવે કહ્યું જો આવતીકાલે દિલ્હી ખોલવામાં આવે તો તે આપત્તિજનક બની રહેશે.

કોરોનાની બીજી લહેર ભારત માટે ઘાતક પૂરવાર થઈ છે. જેમાં દરરોજ આશરે 3,50,000 કેસ છે અને 4000 થી વધુ લોકોના મોત નોંધાય છે. હોસ્પિટલો અને સ્મશાનો છલકાઇ રહ્યા છે, તબીબી કર્મચારીઓની અછત છે અને ઓક્સિજન તથા દવાઓ ઓછી પડી રહી છે.