ભારતમાં લોકડાઉન ક્યારે પૂર્ણ થશે? વાંચો આ અહેવાલ

ભારતમાં લોકડાઉન ક્યારે પૂર્ણ થશે? વાંચો આ અહેવાલ


અમેરિકાના બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપે જ્હોન હોકિન્સ યુનિવર્સિટીના ડેટાના આધારે 20 દેશોના કોરોના ચાર્ટ તૈયાર કર્યા છે. જે મુજબ ચીન સિવાય કોઈ પણ દેશમાં જુલાઈ પહેલા લોકડાઉન હટાવવામાં આવશે નહીં. બીસીજી અનુમાન લગાવી રહ્યું છે કે ભારતમાં લોકડાઉન જૂનના અંતિમ અઠવાડિયાથી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ પહેલા લોકડાઉન દૂર કરવું ભારત માટે મુશ્કેલ નિર્ણય હોઈ શકે છે.

આ પણ વાંચો: લોક્ડાઉન વચ્ચે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત, જાણો કઈ સેવાઓને આપી છુટ

પરિસ્થિતિની સંવેદનશીલતા જોયા પછી ભારત સરકારે આ લોકડાઉન હટાવવાનો નિર્ણય લેવો પડશે અથવા તેમાં રાહત આપવી પડશે. બીસીજીએ ભારતમાં કોરોના ચેપના ફેલાવાના ડેટાના આધારે અનુમાન લગાવ્યું છે કે, દેશમાં કોરોના ટોચ પર ક્યારે પહોંચશે. ભારતે કોરોના સામે લડવા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. આ હોવા છતાં ભારતમાં કોરોના કેસ ચોક્કસપણે ટોચ પર પહોંચશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અહેવાલ મુજબ જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભારતમાં કોરોના કેસ તેમના શિખરે હશે અને જૂનના અંતિમ અઠવાડિયા સુધીમાં ભારત લોકડાઉન હટાવવાની સ્થિતિમાં હશે. ભારતમાં સંપૂણ લોકડાઉન દૂર કરવું સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા પછી જ શક્ય બનશે. જો કે, ભારતને કોરોનાથી સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં આખું વર્ષ પણ લાગી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati