India China Dispute: ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈનિકોની વધી ગતીવિધી, જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર

ચીનની (china) ગતીવિધી જોઈને ભારત પણ સચેત થઈ ગયું છે. ભારતીય વાયુસેનાએ (Indian Air Force) સરહદ વિસ્તારની સાથે કેટલાક એરબેઝ પણ સક્રિય કર્યા છે

India China Dispute: ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈનિકોની વધી ગતીવિધી, જડબાતોડ જવાબ આપવા ભારત તૈયાર
ઉત્તરાખંડમાં LAC બોર્ડર નજીક ચીની સૈનિકોની વધી ગતીવિધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:58 PM

ગયા વર્ષથી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીનના સૈન્ય જવાનોએ ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારમાં ( Barahoti area) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની બાજુમાં તેની સૈન્ય ગતીવિધીમાં વધારો કર્યો છે. તાજેતરમાં, પીપલ્સ લિબરેશન આર્મીની (PLA) એક પ્લાટુન એલએસી નજીક સક્રિય જોવા મળી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે તાજેતરમાં ઉત્તરાખંડના બારાહોટી વિસ્તારની આસપાસ પીપલ્સ લિબરેશન આર્મી ના લગભગ 35 સૈનિકોની એક પ્લાટુન ઓપરેશન કરતી જોવા મળી હતી અને જાણવા મળ્યું હતું કે આ સૈનિકો આસપાસના વિસ્તારોનો સર્વે કરી રહ્યા હતા. જો કે, લાંબા સમય પછી, ચીની સૈનિકો સરહદના આ વિસ્તારમાં ગતીવિધી કરતા જોવા મળ્યા છે.

ચીની સૈનિકો આ વિસ્તારમાં જ્યા સુધી રોકાઈ હતી ત્યા સુધી ભારત પણ આ ક્ષેત્ર પર સતત નજર રાખી રહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે, ચીન દ્વારા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે આ વિસ્તારમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઉતરાખંડના બારાહોટી વિસ્તારની સુરક્ષા પર સતત નજર રાખનારનું માનવુ છે કે, ચીની સૈનિકો આ વિસ્તારમાં થોડી ધણી કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી શકે છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે તૈયારીઓની સમીક્ષા કરી સૂત્રોના કહ્યા મુજબ, તાજેતરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ વાય ડિમરીએ પણ એલએસીની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ અને સૈન્ય ગતીવિધીની સજ્જતાની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બારાહોટી વિસ્તાર નજીકના એક એરબેઝ ઉપર પણ ચીનની ગતીવિધી તેજ બની છે અને તેમના દ્વારા ત્યાં મોટી સંખ્યામાં ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સરહદ વિસ્તાર સાથેનો એરબેઝ સક્રિય બીજી તરફ ચીનની ગતીવિધી જોઈને ભારત પણ સતર્ક થઈ ગયુ છે. ભારતીય વાયુસેનાએ (Indian Air Force) સરહદ વિસ્તારની સાથે કેટલાક એરબેઝ પણ સક્રિય કર્યા છે, જેમાં ચીન્યાલીસૌંડ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. અહીં AN -32 વિમાન દ્વારા સતત નજર રખાઈ રહી છે. આ સિવાય તે વિસ્તારમાં ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે, અને જો જરૂર પડે તો દુર્ગમ પર્વત અને ખીણ વિસ્તારમાં સૈન્ય જવાનોને પહોચાડવા માટે તૈયારી કરી લેવાઈ છે.

આ પણ વાંચોઃ યુપીના પ્રોફેસરે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની વિશે ફેસબુકમાં કરી અશ્લિલ પોસ્ટ, જાણો પછી શુ થયુ

આ પણ વાંચો: Ind vs SL: હાર બાદ શ્રીલંકાની ટીમના કેપ્ટન અને કોચ વચ્ચે થયો ઝગડો! Video થયો વાયરલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">