આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ, PM સ્કોટ મોરિસન 1500 કરોડના રોકાણની કરશે જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન (Scott Morrison) વચ્ચેની બેઠક બાદ આવતીકાલે એટલે કે 21 માર્ચે ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય સમિટ યોજાશે.

આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ, PM સ્કોટ મોરિસન 1500 કરોડના રોકાણની કરશે જાહેરાત
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 10:17 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન (Scott Morrison) વચ્ચેની બેઠક બાદ આવતીકાલે એટલે કે 21 માર્ચે ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય સમિટ (India-Australia Bilateral Summit) યોજાશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે, ઓસ્ટ્રેલિયા ભારતના કેટલાક ક્ષેત્રોમાં 1500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરશે અને ભારતમાં ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા આ અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે.

સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ભારત અને ઑસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રમાં સમજૂતીના મેમોરેન્ડમ પર પણ હસ્તાક્ષર કરશે, જે ઑસ્ટ્રેલિયાથી મેટલ કોલસો અને લિથિયમ સુધી ભારતની પહોંચ વધારવામાં મદદ કરશે. સૂત્રોએ માહિતી આપી છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા આ મહિનાના અંત સુધીમાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઈડેન દ્વારા આયોજિત થનારી પ્રથમ વ્યક્તિગત ક્વાડ બેઠક પહેલાં 23 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસનને મળ્યા હતા. તે બેઠક દરમિયાન, બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી હતી. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ શનિવારે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લીધો હતો.

Fumio કિશિદાના ભારત પ્રવાસનો છેલ્લો દિવસ

Fumio Kishida ભારતની બે દિવસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. આ સંવાદમાં, ભારત અને જાપાન શનિવારે નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ પગલાં લઈને સ્વચ્છ ઊર્જા ભાગીદારીને વિસ્તૃત કરવા સંમત થયા હતા. આ અંતર્ગત ઈ-વ્હીકલ, બેટરી સ્ટોરેજ અને ગ્રીન હાઈડ્રોજન પર ભાર આપવામાં આવશે. 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટના ભાગ રૂપે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત પછી ભારત-જાપાન સ્વચ્છ ઊર્જા ભાગીદારી પર એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે

આ પણ વાંચો: અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">