ગુજરાતે સતત બીજીવાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની ગૌરવ સિદ્ધિ મેળવી છે. ભારત સરકારના ડીપીઆઇઆઇટી દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના રાજયોના સ્ટાર્ટઅપ રેન્કીંગ-૨૦૧૯માં ગુજરાતે સતત બીજા વર્ષે પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. ગુજરાત ઊદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના ઊદ્યોગ સાહસિકો, યુવાઓની આ ઊદ્યમીતાને સરકારના અનેક નવિનતાભર્યા પ્રોત્સાહનોથી બળ મળતું રહે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વ્યાપક અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પણ સફળતાપૂર્વક અમલી કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો