સરહદ વિવાદ: ચીન સાથે ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર થઈ વાતચીત, કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને સંસદમાં આપી જાણકારી

12 જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 14માં રાઉન્ડની વાતચીતમાં કોઈ સફળતા મળી ન હતી. આ મડાગાંઠને ઉકેલવા માટે, બંને પક્ષો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી સ્તરે ઘણી વખત વાતચીત થઈ છે.

સરહદ વિવાદ: ચીન સાથે ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર થઈ વાતચીત, કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને સંસદમાં આપી જાણકારી
Parliament House (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:58 PM

શુક્રવારે કેન્દ્ર સરકારે ભારત-ચીન વિવાદ પર લોકસભામાં (Lok Sabha) એક પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ભારત અને ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ના વિવાદિત વિસ્તારને લઈને રાજદ્વારી અને લશ્કરી ચેનલોના માધ્યમ દ્વારા વાતચીત ચાલુ રાખી છે. બજેટ સત્ર દરમિયાન લોકસભામાં કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને (Union Minister V Muraleedharan) કહ્યું, ‘આ વાટાઘાટોમાં અમારો અભિગમ ત્રણ મુખ્ય સિદ્ધાંતો દ્વારા નિર્દેશીત રહ્યો છે અને તે આગળ પણ રહેશે. સૌપ્રથમ, બંને પક્ષોએ કડકપણે LACનું સન્માન અને તેનું પાલન કરવું જોઈએ. બીજું, કોઈપણ પક્ષે એકપક્ષીય રીતે યથાસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ અને ત્રીજું, બંને પક્ષો વચ્ચેના કરારોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.

ભારતે ગુરુવારે જાહેરાત કરી હતી કે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસના મામલાઓના પ્રમુખ 2022 વિન્ટર ઓલિમ્પિકના ઉદ્દઘાટન અથવા સમાપન સમારોહમાં ભાગ લેશે નહીં. કારણ કે ચીને ગલવાન ખીણ અથડામણમાં સામેલ સૈન્ય કમાન્ડરને આ પ્રતિષ્ઠિત રમતોત્સવના મશાલ વાહક બનાવીને સન્માનિત કર્યા છે.

આ રાજકીય મુદ્દાઓની છાયામાં, ચીને તેની સાંસ્કૃતિક ઝલક દર્શાવી. સત્તાવાર સમારોહ પહેલાં, નર્તકોએ વિવિધ પ્રકારના રંગબેરંગી સફેદ સ્નોસ્યુટમાં મનોરંજન કર્યું. આ દરમિયાન લોકોએ ગેમ્સના માસ્કોટ બિંગ ડ્વેન ડ્વેન (પાંડા) સાથે મસ્તી કરી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક અથડામણ બાદ શરૂ થઈ હતી મડાગાંઠ

15 જૂન, 2020 ના રોજ, ગાલવાન ખીણમાં અથડામણ પછી પૂર્વી લદ્દાખ સરહદ પર અવરોધ વધ્યો હતો. બંને પક્ષો વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં અથડામણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, ચીને સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે ભારતીય સેના સાથેની અથડામણમાં પાંચ ચીની સૈન્ય અધિકારીઓ અને સૈનિકો માર્યા ગયા હતા.

જો કે વ્યાપકપણે માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધુ હતો. પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક અથડામણને પગલે 5 મે, 2020 ના રોજ મડાગાંઠ શરૂ થઈ હતી, ત્યારબાદ બંને પક્ષોએ ધીમે ધીમે તેમની હજારો સૈનિકોની તૈનાતીની સાથે સાથે ભારે શસ્ત્રો વધાર્યા હતા.

બંને તરફ તૈનાત છે 50-60 હજાર સૈનિકો

12 જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 14માં રાઉન્ડની વાતચીતમાં કોઈ સફળતા મળી ન હતી. આ મડાગાંઠને ઉકેલવા માટે, બંને પક્ષો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી સ્તરે વાતચીતના ઘણા રાઉન્ડ યોજાયા છે. હાલમાં આ સંવેદનશીલ સેક્ટરમાં LAC પર બંને દેશોના લગભગ 50,000 થી 60,000 સૈનિકો તૈનાત છે.

ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 14મો રાઉન્ડ ચીનની બાજુએ ચુશુલ-મોલ્ડો બોર્ડર મીટિંગ સાઇટ પર યોજાયો હતો. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોના સંરક્ષણ અને વિદેશી બાબતોથી સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર હતા.

આ પણ વાંચો : હૈદરાબાદ: રામાનુજ સહસ્રાબ્દી મહોત્સવના ત્રીજા દિવસે આધ્યાત્મિકતામાં લીન થયા ભક્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીનું કરશે અનાવરણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">