PM Modi Karnataka Visit: PM મોદી આજે કર્ણાટકના બે દિવસના પ્રવાસે જશે, ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન, તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરશે અને મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ ભાગ લેશે.

PM Modi Karnataka Visit: PM મોદી આજે કર્ણાટકના બે દિવસના પ્રવાસે જશે, ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇમાં આવશે ગુજરાત પ્રવાસેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:04 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન, તેઓ ઘણા વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરશે અને મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં (International Day of Yoga)પણ ભાગ લેશે. આઝાદીના અમૃત મહોત્સવને યોગ દિવસ સાથે જોડતા વડાપ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે 75 કેન્દ્રીય પ્રધાનોના નેતૃત્વમાં દેશભરમાં 75 મહત્વપૂર્ણ સ્થળોએ સામૂહિક યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં PM મોદી યોગમાં ભાગ લેશે. જેમાં મૈસુરમાં યોજાનાર કાર્યક્રમમાં પીએમ ભાગ લેશે. પીએમઓએ કહ્યું કે વિવિધ શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, કોર્પોરેટ અને અન્ય સંસ્થાઓ દ્વારા પણ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તેમાં દેશભરના કરોડો લોકો ભાગ લેશે.

પીએમ મોદીનો યોગ કાર્યક્રમ ગાર્ડિયન યોગ રીંગનો પણ એક ભાગ છે, જે 79 દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો તેમજ વિદેશમાં ભારતીય મિશનનો સંયુક્ત અભ્યાસ છે. પીએમઓએ કહ્યું કે 2015 થી, દર વર્ષે 21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષના યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ છે. PMOએ કહ્યું કે મોદી સોમવારે ‘સેન્ટર ફોર બ્રેઈન રિસર્ચ’ (CBR)નું ઉદ્ઘાટન કરશે. અને બેંગલુરુમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) ખાતે બાગચી-પાર્થસારથી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. તેઓ બેંગ્લોરમાં ડૉ. બી.આર. આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (BASE)ની પણ મુલાકાત લેશે. અને BASE યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. મોદી રાષ્ટ્રને 150 ટેક્નોલોજી હબ સમર્પિત કરશે અને બાદમાં રૂ. 27,000 કરોડથી વધુના રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કાર્યક્રમમાં ભાગ લેશે

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વડા પ્રધાન મૈસુરમાં મહારાજા કોલેજ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સમારંભમાં હાજરી આપશે, જ્યાં તેઓ નાગનાહલ્લી રેલવે સ્ટેશન પર કોચિંગ ટર્મિનલનો શિલાન્યાસ કરશે. મોદી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પીચ હિયરિંગ (AIISH) ખાતે કોમ્યુનિકેશન ડિસઓર્ડર ધરાવતા વ્યક્તિઓ માટેનું સેન્ટર ઓફ એક્સેલન્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમઓએ કહ્યું કે તેઓ શ્રી સુત્તુર મઠ અને શ્રી ચામુંડેશ્વરી મંદિરની પણ મુલાકાત લેશે. મોદી આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર મંગળવારે સવારે મૈસૂર પેલેસ મેદાનમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમઓએ કહ્યું કે મોદી બેંગલુરુ સબર્બન રેલ પ્રોજેક્ટ (BSRP) માટે શિલાન્યાસ કરશે.

PM મોદી ભારતના પ્રથમ એસી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે

પીએમ મોદી ભારતના પ્રથમ એર કન્ડિશન્ડ બૈપ્પનહલ્લી ખાતે સર એમ વિશ્વેશ્વરાય રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.આ રેલ્વે સ્ટેશનને લગભગ 315 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક એરપોર્ટની તર્જ પર વિકસાવવામાં આવ્યું છે. દરમિયાન કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ રવિવારે બેંગલુરુમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “વડાપ્રધાન બે દિવસની મુલાકાતે સોમવારે કર્ણાટક પહોંચી રહ્યા છે. તેઓ ભારતીય વિજ્ઞાન સંસ્થાનના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે. તેઓ આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિકસનું પણ ઉદ્ઘાટન કરશે.તેમણે કહ્યું કે મોદી વિવિધ રેલ્વે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સંબંધિત કાર્યક્રમોનો શિલાન્યાસ કરશે.

મુખ્યમંત્રીએ કહ્યું, ‘પીએમ મોદી બેંગલુરુમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. અમે કાર્યક્રમ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી લીધી છે. વરિષ્ઠ અધિકારીઓ કામો પર દેખરેખ રાખી રહ્યા છે.બોમાઈના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સોમવારે સાંજે મૈસૂરમાં એક જાહેર સભાને સંબોધશે અને તે જ સાંજે સુત્તુર મઠ અને ચામુન્ડી હિલ્સની મુલાકાત લેશે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘વડાપ્રધાન મંગળવારે મૈસૂરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. જે બાદ તેઓ તિરુવનંતપુરમ જવા રવાના થશે. અમે કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">