દોસ્તીની આડમાં જીનપીંગે પીઠમાં ભોક્યો છુરો, લદ્દાખમાં ઘૂસણખોરી કરવા આપ્યા હતા આદેશ

લદ્દાખમાં ભારતીય સરહદમાં ચીનના સૈન્યે કરેલી ઘૂસપેઠ અંગે મોટો ખુલાસો થવા પામ્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટેના આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ (PLA) પૂરી તૈયારી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળગવા માટેનો પ્રયાસ કર્યો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ એ પણ પોતાના એક અહેવાલમાં કહ્યું […]

દોસ્તીની આડમાં જીનપીંગે પીઠમાં ભોક્યો છુરો, લદ્દાખમાં ઘૂસણખોરી કરવા આપ્યા હતા આદેશ
Follow Us:
| Updated on: Jul 13, 2020 | 11:12 AM

લદ્દાખમાં ભારતીય સરહદમાં ચીનના સૈન્યે કરેલી ઘૂસપેઠ અંગે મોટો ખુલાસો થવા પામ્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા માટેના આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને ચીનના પીપલ્સ લિબરેશન આર્મીએ (PLA) પૂરી તૈયારી સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા ઓળગવા માટેનો પ્રયાસ કર્યો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆ એ પણ પોતાના એક અહેવાલમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જિનપીંગે નવા વર્ષની શરૂઆતમાં સૈન્ય તાલિમ માટે સૈનિકોની પંસદગી કરવાનો આદેશ આપ્યો હતો.

CHINESETROOPS-

લદ્દાખના ગલવાન ખીણ પ્રદેશ, પેગોગ તળાવ અને વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર આવેલા વિસ્તારોમાં ઘૂસવા માટે પૂર્વ તૈયારીઓ કરવામા આવી હતી. આ તૈયારી શી જિનપીગે જાન્યુઆરીમાં આપેલા આદેશ બાદ કરવામાં આવી હતી. આ તૈયારીઓ એટલી રણનીતિ બાદ કરવામાં આવી હતી કે એક સાથે સરહદ ઉપર અનેક સૈન્યને ઉતારી દેવાયા હતા. જેના પરીણામ સ્વરૂપ ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ. જેમાં વીસ ભારતીય જવાનો શહીદ થયા.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ભારતીય અધિકારીઓના કહેવા મુજબ, સમગ્ર ઘટનાક્રમ સાબિત કરે છે કે, ઉચ્ચકક્ષાએ પૂર્વતૈયારીઓ બાદ કરાયેલ ઘૂસણખોરી છે. ચીને તેમના સૈન્યને એ પ્રકારે તૈયાર કર્યા હતા કે, વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપરથી ભારતીય સૈન્યને પાછળ ઘકેલવું જેથી પેગૌગ તળાવ ઉપર ચીન પોતાનો હક્ક સાબિત કરીને તળાવને ચીનમાં ભેળવી દઈ શકે. ગલવાન ખીણ પ્રદેશમાં પણ એ જ પ્રકારે બફર ઝોન બનાવ્યો કે ગલવાન નદીનું વહેણ વાસ્તવિક નિયંત્રણ રેખાની પશ્ચિમ બાજુ જતુ રહે. પેગોગ તળાવ પાસેની ફિગર પોઈન્ટ ચાર ખાતેથી ભલે ચીનનું સૈન્ય હટ્યુ હોય પણ ફિગર પોઈન્ટ પાંચ ખાતે હજુ પણ ચીનનું સૈન્ય છે.

Pegog Lake

ગલવાન ખીણ પ્રદેશમાં થયેલી હિંસક અથડામણ પૂર્વે ભારતીય સૈન્ય ફિગર પોઈન્ટ 8 સુધી પેટ્રોલીગ કરતુ હતું. પોઈન્ટ 8થી પોઈન્ટ ચાર સુધીનુ અંતર અંદાજે આઠ કિલોમીટરનું છે. કહેવાય છે કે, જિનપીંગના કહ્યા બાદ જાન્યુઆરીના અંતથી લઈને ફેબ્રુઆરીના પ્રારંભે પીએલએ લદ્દાખના શિનજીયાગં પ્રાંતમાં એકઠા થયા હતા. અને તેના માટે એવુ કહેવાયુ કે ચીનનુ સૈન્ય યુદ્ધ અભ્યાસ કરી રહ્યુ છે. પણ આ યુદ્ધ અભ્યાસ, દર વખતની વિરુધ્ધ વાસ્તવિક નિયત્રણ રેખાની નજીકથી શરૂ કરવામાં આવ્યુ હતું. અને તેના કારણે એપ્રિલથી જ સૈન્યનો જમાવડો એકઠો થયો. ચીનની સરકારી એજન્સી શિન્હુઆના અહેવાલ અનુસાર જિનપીંગે જેના પર હસ્તાક્ષર કર્યા હતા તેને ટ્રેનિગ મોબિલાઈઝેશન નામ આપવામાં આવ્યુ હતું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">