કેરળમાં PM MODIએ કહ્યું ‘હવે અન્નદાતા બનશે ઉર્જાદાતા’, કૃષિ સાથે સોલાર સેક્ટરને જોડવાની તૈયારી

PM MODIએ આજે ​​કેરળમાં વીજપ્રોજેક્ટ અને શહેરી વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. PM MODIએ કહ્યું કે 50 મેગાવોટનો કાસારગોડ સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

કેરળમાં PM MODIએ કહ્યું 'હવે અન્નદાતા બનશે ઉર્જાદાતા', કૃષિ સાથે સોલાર સેક્ટરને જોડવાની તૈયારી

PM MODIએ આજે ​​કેરળમાં વીજપ્રોજેક્ટ અને શહેરી વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. PM MODIએ કહ્યું કે 50 મેગાવોટનો કાસારગોડ સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતની સૌર ઉત્પાદન ક્ષમતા છેલ્લા 6 વર્ષમાં 13 ગણી વધી છે. સૌર ઉર્જાને વડાપ્રધાને એક નવો ઉર્જા વિકલ્પ ગણાવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે ભારત સોલાર એનર્જીના ક્ષેત્રમાં ઝડપથી કામ કરી રહ્યું છે. આગામી સમયમાં દેશના કૃષિ ક્ષેત્ર સાથે સોલાર સેક્ટરને જોડવામાં આવશે, જેના કારણે ખેડૂતો અન્નદાતા સાથે ઉર્જાદાતા પણ બનશે.

PM MODIએ કહ્યું કે ભારત સૌર ઉર્જાને ખૂબ મહત્વ આપી રહ્યું છે અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં અને આપણા ઉદ્યોગ સાહસિકો માટે સૌર ઉર્જા ફાયદાકારક રહેશે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે વિકાસ અને સુશાસન જાતિ, ધર્મ કે ભાષાને જાણતા નથી. વિકાસએ દરેક માટે છે અને આ છે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ.’

પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે તેમની જન્મજયંતિ પણ છે. તેમણે કહ્યું કે છત્રપતિને ભારતના તટપ્રદેશ સાથે વિશેષ લગાવ હતો. એક તરફ, તેમણે મજબૂત નૌકાદળ બનાવ્યું, બીજી તરફ તેમણે માછીમારોનું જીવન પણ સુધાર્યું. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર પણ આ જ વલણ સાથે આગળ વધી રહી છે.

આ પણ વાંચો: Gujarat : છ મહાનગરપાલિકામાં રવિવારે યોજાનારી ચુંટણી માટેના પ્રચાર પડધમ શાંત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati