કેદારનાથ ધામમાં હવે યાત્રીઓએ પાણી માટે નહીં ખર્ચવા પડે પૈસા, જલ્દી જ લાગશે વોટર ATM

કેદારનાથ ધામમાં દર્શન માટે 16 કિલોમીટર ચાલવું પડે છે. આ દરમિયાન યાત્રીઓને પાણીની ખુબ જરૂર પડતી હોય છે. અને આ કારણે ત્યાં પાણીના ભાવ વધુ હોય છે. પરંતુ હવે આ મુશ્કેલનો સામનો નહીં કરવો પડે.

  • tv9 webdesk37
  • Published On - 14:37 PM, 23 Feb 2021
In Kedarnath Dham, travelers will no longer have to spend money for water, soon water ATMs will be available
Water ATM

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં યાત્રિકોને મફત પાણી મળશે. જી હા અને આ માટે વોટર એટીએમ લગાવવામાં આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં પાણીની બોટલ ખૂબ મોંઘી મળતી હોય છે. જેમાં વોટર એટીએમને કારણે હવે શ્રદ્ધાળુઓને ઘણી રાહત મળશે. કેદારનાથ ધામમાં 16 કિલોમીટર લાંબુ ચાલીને દર્શને પહોંચવું પડે છે. અને આના કારણે બોટલમાં ભરેલા પાણીની કિંમત 50 રૂપિયા જેટલી હોય છે. મોંઘા પાણીને લીધે ગરીબ લોકોને તેને ખરીદવામાં ઘણી મુશ્કેલી પડે છે. તંત્રના આ પગલાથી દર્શન કરવા આવતા ભક્તોને મોટો ફાયદો થશે.

જિલ્લામાં ઓઇલ નેચરલ ગેસ નિગમ અને રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશનના કમ્યુનિટિ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ફંડમાંથી કેદારનાથ ધામ અને સરસ્વતી નદી નજીક વોટર એટીએમ ગોઠવવામાં આવી રહ્યા છે. ડીડીએમ પ્રવીણ કર્ણવાલના જણાવ્યા અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રયત્નોને કારણે કેદારનાથ અને સરસ્વતી નદી નજીક મહારત્ન કંપનીઓના બે વોટર એટીએમ ગોઠવવામાં આવી રહ્યા છે. જે રૂમમાં એટીએમ બનાવી રહ્યા છે તે રૂમમાં બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે.

1 કલાકમાં 500 લિટર સ્ટોરેજ ક્ષમતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 1 કલાકમાં વોટર એટીએમ મશીન 500 લિટર સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે. આશરે 85 લાખ રૂપિયાના ખર્ચે તેને સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. વોટર એટીએમ એ જાહેર આરઓ છે, જેથી એક જ સમયે એક વોટર એટીએમમાંથી 15 લોકો નિ: શુલ્ક પાણી પી શકશે. કેદારનાથ ધામમાં આવતા મુસાફરો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા કે દર્શનના માર્ગે મફત પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર આ પગલા લઈ રહ્યું છે.