ગાંધી પરિવારના નેતૃત્વમાં તૂટી કોંગ્રેસ, 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી પાર્ટી

ADRના એક રિપોર્ટ મુજબ 2016 થી 2020 દરમિયાન 170 જેટલા ધારાસભ્યોએ Congress પાર્ટી છોડી છે.

ગાંધી પરિવારના નેતૃત્વમાં તૂટી કોંગ્રેસ, 4 વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી પાર્ટી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 11, 2021 | 6:58 PM

Congress પાર્ટી પરના ADRના એક રિપોર્ટે ગાંધી પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ, રીટા બહુગુણા જોશી આ મોટા નામો છે જેમણે કોંગ્રેસ છોડી દીધી છે. પણ કોંગ્રેસ નેતાઓ દ્વારા કોંગ્રેસ છોડવાની યાદી  બહુ લાંબી છે અને આ અંગેના એક રિપોર્ટથી કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલ ગાંધી પરિવાર ચિંતામાં ડૂબ્યું છે. 

4  વર્ષમાં 170 ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ  અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના એક રિપોર્ટ મુજબ 2016 થી 2020 દરમિયાન 170 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. ADRના રિપોર્ટ મુજબ, વર્ષ 2016 થી 2020 વચ્ચે ફરીથી ચૂંટણી લડનારા 405 ધારાસભ્યોમાંથી, 182 ધારાસભ્યો ભાજપમાં, 38 કોંગ્રેસમાં અને 25 તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)માં જોડાયા હતા. આ ચાર વર્ષ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૌથી મોટી સંખ્યામાં એટલે જે 170 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. જયારે સામે ભાજપના માત્ર 18 ધારાસભ્યોએ પાર્ટી છોડી.

ધારાસભ્યોના તૂટવાથી કોંગ્રેસની સરકાર તૂટી ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના170 ધારાસભ્યોએ પાર્ટી છોડી જેના કારણે ગોવા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને  મણિપુરમાં કોંગ્રેસની  સરકાર પડી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ  પાર્ટી છોડી ADRના રિપોર્ટ મુજબ વર્ષ 2016 થી 2020 વચ્ચે કોંગ્રેસના 7 રાજ્યસભા સાંસદોએ પાર્ટી છોડી, તો ભાજપના 5 લોકસભા સાંસદોએ પાર્ટી છોડી.  2016 થી 2020 દરમિયાન કુલ 16 રાજ્યસભા સાંસદોમાંથી 10 સાંસદોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. 

કોંગ્રેસ માટે હવે G-23 બન્યું માથાનો દુખાવો જ્યોતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, ચૌધરી બિરેન્દ્ર સિંહ, રીટા બહુગુણા જોશી જેવા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી અને હાલમાં કેરળમાં ચૂંટણી પહેલા જ પીસી ચાકોએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. એક બાજુ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, તો કોંગ્રેસમાં પણ આંતરિક ઘમાસાણ શરૂ છે. નારાજ નેતાઓનું જૂથ  G-23 સતત પાર્ટીની નીતિઓ પર સવાલ ઉભા કરી રહ્યું છે અને હાઈકમાન પર નિશાન સાધી રહ્યું છે. એડીઆરનો રિપોર્ટ અને આ બધી બાબતો સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ માટે ચિંતાજનક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">