Corona Update: જો કોવિડ – 19નો કોઈ નવો વેરીયન્ટ નહી આવે તો ત્રીજી લહેર અગાઉની લહેરની જેમ ભયાનક નહી હોય – ગગનદીપ કાંગ

દેશમાં આ વર્ષે માર્ચ અને મે વચ્ચે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન હજારો લોકો માર્યા ગયા હતા અને લાખો લોકો સંક્રમિત થયા હતા. આ ઉપરાંત દેશનું આરોગ્ય માળખું ભાંગી પડ્યું હતું.

Corona Update: જો કોવિડ - 19નો કોઈ નવો વેરીયન્ટ નહી આવે તો ત્રીજી લહેર અગાઉની લહેરની જેમ ભયાનક નહી હોય - ગગનદીપ કાંગ
ગગનદીપ કાંગ (ફાઈલ ફોટો)

ટોચના વાઇરોલોજિસ્ટ ગગનદીપ કાંગે (Gagandeep Kang) શુક્રવારે કહ્યું હતું કે કોરોનાવાયરસના (Corona Virus) કોઇ નવા વેરીયન્ટો (variant) નહી આવે તો  મહામારીની ત્રીજી લહેર (Third Wave Of Corona) બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય. તેમણે વાયરસના નવા વેરીયન્ટો સામે લડવા માટે વધુ સારી રસી બનાવવાની જરૂરીયાત અને નિયામક તંત્રને મજબૂત કરવા પર ભાર મુક્યો.

કાંગે કહ્યું કે જ્યાં સુધી નવો નવું વેરીયન્ટ નહીં આવે ત્યાં સુધી ત્રીજી લહેર એટલી ભયાનક નહીં હોય જેટલી ભયાનકતાનો આપણે બીજી લહેર દરમિયાન સામનો કર્યો હતો.

આ વર્ષે માર્ચ અને મે વચ્ચે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન, હજારો લોકો માર્યા ગયા હતા અને લાખો લોકો સંક્રમિત થયા હતા. આ સિવાય દેશનું આરોગ્ય માળખું ભાંગી પડ્યું હતું.

કાંગે કહ્યું કે શું આપણે કોવિડ સામે લડી શક્યા હતા ? ના, આપણે પરીસ્થીતીને સારી રીતે સંભાળી શક્યા નહીં. શું આપણે કોવિડથી છુટકારો મેળવવા જઈ રહ્યા છીએ?  નજીકના ભવિષ્યમાં નહીં. વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર કાંગ ડિજિટલ માધ્યમથી સીઆઈઆઈ લાઈફસાયન્સ કોન્ક્લેવને સંબોધી રહ્યા હતા.

‘ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે દેશમાં ત્રીજી લહેર ટોચ પર પહોંચી શકે છે’

નોંધનીય છે કે દેશમાં કોવીડ – 19ના કેસોમા વૃદ્ધિનું અનુમાન લગાવવાની જવાબદારી નિષ્ણાંતોની જે ત્રણ સભ્યોની ટીમને આપવામાં આવી છે. તેમાંના એક સભ્ય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસનો ઝડપી ફેલાતો નવો વેરીયન્ટ સામે આવવા પર દેશમાં ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે ત્રીજી લહેર તેની ટોચ પર પહોંચી શકે છે.

કાંગે કહ્યું કે ભારતીય રસી ઉદ્યોગે મહામારીનો સામનો કરવામાં અભૂતપુર્વ રીતે કામ કર્યું છે, પરંતુ તેને હજુ લાંબી મજલ કાપવાની છે. તેમણે કહ્યું કે, પરંતુ હું (નિયમનકારી વ્યવસ્થા વિશે) એક વસ્તુ નથી કહી શક્તી કે લોકો અમારી નિયમનકારી વ્યવસ્થા વિશે જાણે છે, પરંતુ તે એવી વસ્તુ છે જેનો આપણે ભવિષ્ય માટે બોધપાઠ તરીકે ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે ખરેખર જાણકાર, મજબૂત નિયમનકારોની જરૂર છે, જે જરૂરિયાત મુજબ ઉદ્યોગો સાથે કામ કરી શકે છે.

રિકવર થયેલા કેસોની કુલ સંખ્યા 3,25,98,424

શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે, આ સમયગાળા દરમિયાન 37,950 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસોની કુલ સંખ્યા વધીને 3,39,056 થઈ ગઈ છે. તે જ સમયે, રિકવર થયેલા કેસોની કુલ સંખ્યા વધીને 3,25,98,424 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશના કુલ કેસોમાંથી 64 ટકા કેસ માત્ર કેરળમાં જ જોવા મળ્યા છે.

આ પણ વાંચો :  OMG: આ વ્યક્તિ નામ, દેખાવ, જન્મ તારીખ જ નહીં પરંતુ અઢળક સામ્યતા ધરાવે છે PM મોદી સાથે

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati