હૈદરાબાદના ઉદ્યોગ સાહસિકનો કમાલ, મહામારીમાં વિક્સાવ્યુ ‘કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન’

ઉદ્યોગ સાહસિક નાગ રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, "આ કોમ્પેક્ટ અને સંપૂર્ણ ઓટોમેટિક (Fully Automatic Machine) પાણીપુરી પીરસતું મશીન છે. આ મશીનની લોડીંગ ક્ષમતા 300 પુરીની છે."

હૈદરાબાદના ઉદ્યોગ સાહસિકનો કમાલ, મહામારીમાં વિક્સાવ્યુ 'કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન'
Entrepreneur Nagreddy (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 5:54 PM

Hyderabad : કોરોના વાયરસને કારણે લોકોની જીવનશૈલીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. ત્યારે હૈદરાબાદના આ ઉદ્યોગ સાહસિકે કોરોના સંક્રમણ ન વધે તે માટે કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન (Contact Less Panipuri Machine) વિકસાવ્યુ છે. આ મશીનને કારણે શારીરિક સંપર્કની જરૂર રહેશે નહિ.

મળતી માહિતી મુજબ, આ મશીન બનાવનારનું નામ નાગ રેડ્ડી મનો સાઈ છે. તેમણે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યુ હતુ કે, મારા કોલેજના દિવસોથી જ મેં પ્રોસ્થેટિક આર્મ (Prosthetic Arm) વિકસાવવાનું શરૂ કર્યું હતું, તેને ભારતીય વૈજ્ઞાનિક સંસ્થાએ પણ મંજૂરી આપી હતી.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

મશીનની મદદથી લોકોને સ્પર્શ કર્યા વિના મળશે સ્વાદિષ્ટ પાણીપુરી 

પોતાના મશીન વિશે તેમણે જણાવ્યુ હતુ કે, તે કોમ્પેક્ટ અને સંપૂર્ણ ઓટોમેટિક (Fully Automatic Machine) પાણીપુરી પીરસતું મશીન છે. આ મશીનની લોડીંગ ક્ષમતા 300 પુરીની છે. આ મશીનનો ઉપયોગ કરીને તેને ખૂબ જ સરળતાથી સાફ કરી શકાય છે. આ મશીનની મદદથી લોકોને સ્વાદિષ્ટ પાણીપુરી (Panipuri) સ્પર્શ કર્યા વિના પીરસવામાં આવશે. હાલ આ યુવાનના નવીનતમ પ્રયાસને લોકો ખુબ આવકારી રહ્યા છે.

લોકોની સાવચેતી માટે કોન્ટેક્ટલેસ પાણીપુરી મશીન બનાવવાનું નક્કી કર્યુ : ઉદ્યોગ સાહસિક

વધુમાં તેણે જણાવ્યુ હતુ કે,” હું આ સ્ટાર્ટઅપમાં (Start Up) જોડાયો ત્યારે મારા માતા-પિતાએ મને સંપૂર્ણ સાથ આપ્યો હતો. જેમ જેમ કોવિડની અસર વધી રહી હતી, લોકો વધુને વધુ સાવચેતી રાખતા જોવા મળ્યા , તે સમયે મને પાણીપુરી ખાવા માટે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો. બાદમાં જ્યારે મેં બજારમાં તેના વિશે પૂછપરછ કરી, ત્યારે મને માહિતી મળી કે બજારમાં એક મશીન છે, પરંતુ તે સંપૂર્ણપણે ઓટોમેટિક નથી, ત્યારે મેં આ મશીન બનાવવાનું નક્કી કર્યું હતુ.”

આસામના સાહસિકે વિકસાવ્યુ હતુ ATM પાણીપુરી મશીન

આ અગાઉ જુલાઈ 2020 માં એક સાહસિકે ATM પાણીપુરી મશીન તૈયાર કર્યુ હતુ. આ મશીન બનાવવામાં તેમને છ મહિના જેટલો સમય લાગ્યો હતો. આ મશીન સંપૂર્ણપણે ATM મશીન જેમ કામ કરે છે. આ મશીનનો વીડિયો ગુવાહાટીના કમિશ્નર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Uttar Pradesh : યુપીમાં લઘુમતિ વોટબેંક પર ઓવૈસીની નજર, માયાવતીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્તાર અંસારીની પત્નીને ઓવૈસીની પાર્ટીમાંથી ટિકિટની ઓફર

આ પણ વાંચો: UNICEF Survey : કોરોના મહામારી દરમિયાન 4 થી 18 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં થયો ઘટાડો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">