પતિએ પત્નીને ગિફ્ટ કર્યુ તાજમહેલ જેવુ જ અદ્દલ ઘર ! ત્રણ વર્ષે તૈયાર થયેલા ઘરને જોઈ લોકોને યાદ આવી ગયા અસ્સલ શાહજહાં

બુરહાનપુરના શિક્ષણવિદ આનંદ પ્રકાશ ચૌકસેએ તેમની પત્ની મંજુષાને તાજમહેલ જેવું ઘર ગિફ્ટ કર્યું છે. ઘરમાં 4 શયનખંડ, એક રસોડું, એક પુસ્તકાલય અને એક ધ્યાન ખંડ છે. આ તાજમહેલ જેવા ઘરમાં પણ ઓરિજીનલ તાજમહેલ જેવા મિનારા છે.

પતિએ પત્નીને ગિફ્ટ કર્યુ તાજમહેલ જેવુ જ અદ્દલ ઘર ! ત્રણ વર્ષે તૈયાર થયેલા ઘરને જોઈ લોકોને યાદ આવી ગયા અસ્સલ શાહજહાં
House like Tajmahal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:16 PM

જે રીતે શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં તાજમહેલ(Taj Mahal) બનાવડાવ્યો હતો તે જ રીતે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના બુરહાનપુરમાં એક વ્યક્તિએ તેની પત્નીને તાજમહેલ જેવું ઘર(Home) ગિફ્ટ કર્યું છે. પ્રકાશ ચૌકશે તેમની પત્નીને પ્રેમની નિશાની(A sign of love) આપવા માગતા હતા. જેથી તેમણે તેમની પત્ની માટે હુબહુ તાજમહેલ જેવુ જ ઘર બનાવીને આપ્યુ છે.

બુરહાનપુરમાં શિક્ષણવિદ આનંદ પ્રકાશ ચૌકસેએ પ્રેમના પ્રતીક સમા તાજમહેલરૂપી ઘરને તેમની પત્ની મંજુષાનેને ગિફ્ટ કર્યુ છે.આ ઘરમાં 4 શયનખંડ, એક રસોડું, એક પુસ્તકાલય અને એક ધ્યાન ખંડ છે. ઘર બનાવવામાં 3 વર્ષનો લાંબો સમય લાગ્યો. જેથી તાજમહેલ હવે માત્ર આગ્રામાં જ નથી. તે બુરહાનપુરમાં પણ જોવા મળશે.

તાપ્તિ નદીના કિનારે જ બીજો તાજમહેલ મુઘલ ઈતિહાસમાં એવો ઉલ્લેખ છે કે શાહજહાંની પત્ની મુમતાઝનું મૃત્યુ બુરહાનપુરમાં થયું હતું અને શાહજહાંએ તાજમહેલ બનાવવા માટે તાપ્તી નદીનો કિનારો પસંદ કર્યો હતો. જોકે, બાદમાં આગ્રામાં તાજમહેલ બનાવવામાં આવ્યો હતો. હવે તાપ્તિ નદીના કિનારે આવેલા બુરહાનપુરમાં જ પ્રકાશ ચૌકસેએ તાજમહેલ જેવુ ઘર બનાવી દીધુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેટલા એરિયામાં બનાવાયુ તાજમહેલ જેવુ ઘર? તાજમહેલ જેવા ઘરનો વિસ્તાર મિનાર સહિત 90X90 છે. મૂળભૂત માળખું 60X60 નું છે. ડોમને 29 ફૂટ ઊંચો રાખવામાં આવ્યો છે. તાજમહેલ જેવા ઘરમાં એક મોટો હોલ છે, 2 બેડરૂમ નીચે, 2 બેડરૂમ ઉપરના માળે છે. એક રસોડું, એક પુસ્તકાલય અને એક ધ્યાન ખંડ બનાવવામાં આવ્યો છે.

ઉત્તમ કારીગરોની લેવાઇ મદદ તાજમહેલ જેવા બુરહાનપુરના ઘરને રાજસ્થાન, મુંબઈ, બંગાળ, સુરતના કલાકારોએ શણગાર્યું છે. ઘરની અંદર કોતરણી માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી છે. રાજસ્થાનના મકરાણાના કારીગરો દ્વારા ઘરનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. આગ્રાના ઉત્તમ કારીગરો દ્વારા જડવાનું કામ કરવામાં આવ્યું છે. ઘરમાં વપરાતા ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘરને ઈન્ડિયન કન્સ્ટ્રકટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ MPનો એવોર્ડ મળ્યો છે.

એન્જિનિયર્સની સખત મહેનત  તાજમહેલ જેવું ઘર બનાવનાર એન્જિનિયરે કહ્યું કે તાજમહેલ જેવા ઘરના નિર્માણમાં અનેક અવરોધો હતા. કારણ કે, આ માટે તેણે વાસ્તવિક તાજમહેલનો નજીકથી અભ્યાસ કરવો પડ્યો હતો પરંતુ આનંદ પ્રકાશ ચૌકસીના અતૂટ વિશ્વાસને કારણે ટેકનિકલ ટીમ તાજમહેલ જેવું ઘર બનાવવામાં સફળ રહી હતી.

ઓરિજિનલ તાજમહેલ મકબરો છે આગ્રામાં આવેલો તાજમહેલ વિશ્વભરમાં જાણીતો છે. તે એક સુંદર અને આકર્ષક ઈમારત છે પણ હકીકત એ પણ છે કે તે એક મકબરો છે. મકબરામાં મૃત વ્યક્તિના મૃતદેહને રાખવામાં આવે છે. મોટા ભાગે આવા મકબરા કોઇ ખ્યાતિ પામેલા વ્યક્તિના મૃત દેહને દફનાવાનું સ્થળ હોય છે.આગ્રામાં આવેલો તાજમહેલ એ મુમતાજના મૃતદેહને દફનાવી તેની ઉપર બનાવેલો મકબરો છે.

બુરહાનપુરમાં બનેલા તાજમહેલ જેવા ઘરને પ્રકાશ ચૌકસે પોતાની પત્નીને રહેવા માટે જ બનાવ્યુ છે. ઘરની અંદર અને બહાર એવી રીતે લાઇટિંગ કરવામાં આવી છે કે રાતના અંધારામાં પણ આ ઘર અસલી તાજમહેલ જેવું લાગે.

આ પણ વાંચો: Rajasthan: નવી કેબિનેટમાં પણ ‘પ્રાદેશિક અસંતુલન’ યથાવત ! 16 જિલ્લામાંથી એક પણ મંત્રી નહી અને 4 જિલ્લામાંથી અડધુ કેબિનેટ, CMના 6 સલાહકાર પર સવાલ

આ પણ વાંચો: Rajkot: ઉત્કર્ષ ગ્રુપ પર GSTના દરોડા, આટલા કરોડની કરચોરીનો પર્દાફાશ, માલિકને ઉપડ્યો છાતીમાં દુખાવો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">