દેશની શાળાઓ અને કોલેજો સહિત સમગ્ર શિક્ષણ પ્રણાલી પર કોરોનાને કારણે કેટલી પડી અસર? સરકારે આપી સંપૂર્ણ માહિતી

ગૃહમાં સરકારને પૂછવામાં આવ્યું કે, કોવિડ-19 રોગચાળાએ દેશમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરને કેવી અસર કરી છે.

દેશની શાળાઓ અને કોલેજો સહિત સમગ્ર શિક્ષણ પ્રણાલી પર કોરોનાને કારણે કેટલી પડી અસર? સરકારે આપી સંપૂર્ણ માહિતી
પ્રતિકાત્મક તસવીર
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Jul 21, 2021 | 8:54 PM

કોવિડ-19 રોગચાળાએ શાળા અને કો લેજના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સાથે શિક્ષણ પર પણ નોંધપાત્ર અસર કરી છે. તાજેતરના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, રોગચાળાને કારણે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણમાં ખૂબ મુશ્કેલી સહન કરી છે. આ સર્વે મુજબ રોગચાળાને કારણે જે નુક્સાન શિક્ષણને થયું છે તેને દૂર કરવામાં ઓછામાં ઓછા 3 વર્ષનો સમય લાગી શકે છે. હવે સંસદમાં પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 એ શિક્ષણને કેવી અસર કરી છે.

રોગચાળાને કારણે શિક્ષણ પદ્ધતિ પ્રભાવિત થઈ

ગૃહમાં સરકારને પૂછવામાં આવ્યું કે, કોવિડ-19 રોગચાળાએ દેશમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરને કેવી અસર કરી છે. શું સરકારને શિક્ષણ ઉપર કોવિડના સ્તર અને રોગચાળાના પ્રભાવને સરકારે અનુભવ્યું છે? આ સવાલના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, શિક્ષણ એ બંધારણનો મૂળભૂત અધિકાર છે.

આને ધ્યાનમાં રાખીને રોગચાળા દરમિયાન મોટાભાગની શાળાઓ અને કોલેજો તેમજ યુનિવર્સિટીઓનું ધ્યાન રાખવામાં આવ્યું. તેમણે કહ્યું કે, રોગચાળો ફાટી નીકળવાના કારણે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના શિક્ષણને પણ ઘણી અસર થઈ છે. રોગચાળાને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજો બંધ રાખવી પડી હતી. આને કારણે શીખવાની પ્રક્રિયાને અસર થઈ. આ સાથે દેશભરની શિક્ષણ પદ્ધતિને પણ અસર થઈ હતી.

પરીક્ષાઓ માટે બનાવાઈ SOP

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર દ્વારા સતત સૂચના આપવામાં આવી હતી જેથી રોગચાળા દરમિયાન શિક્ષણ પરની અસર ઓછી થઈ શકે. આ ઉપરાંત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ ઉચ્ચ શેક્ષણિક સંસ્થાઓને પણ રોગચાળો ફેલાતો અટકાવવા સમયાંતરે સૂચનાઓ જારી કરી હતી.

તેમણે માહિતી આપી કે યુજીસી દ્વારા કોલેજોના કેમ્પસ ખોલવા અંગે કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્ય માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 6 જુલાઈ 2020 ના રોજ યુજીસીએ એક પત્ર જારી કર્યો હતો જેમાં પરીક્ષાઓ કેવી રીતે લઈ શકાય તે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP) શામેલ છે. આ સિવાય માનવ સંસાધન મંત્રાલય દ્વારા કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

તાજેતરમાં ‘ટીમલિઝે એડટેક’ દ્વારા કરવામાં આવેલા એક સર્વેના પરિણામો આવ્યા છે. આ પરિણામો મુજબ કોલેજ જતા વિદ્યાર્થીઓને લાગે છે કે તેઓ કોવિડ-19 ના કારણે શિક્ષણમાં 40 થી 60 ટકાનું નુક્સાન થયું છે. સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે, શિક્ષણમાં આ નુક્સાન જી-7 દેશોમાં અંદાજિત શિક્ષણ નુક્સાન કરતા બમણું છે. ટીમલીઝ એડટેકે આ સર્વે કરવા માટે દેશની 75 યુનિવર્સિટીઓમાં 700 વિદ્યાર્થીઓ અને અગ્રણી વિદ્યાર્થીઓ વચ્ચે એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું.

આ પણ વાંચો: ISRO Recruitment 2021: ISROમાં નોકરી મેળવવા માટેની સુવર્ણ તક, જાણો લાયકાત અને સમગ્ર વિગતો

આ પણ વાંચો: Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati