પતિ દ્વારા પત્નીને મારવું કેટલુ યોગ્ય? NFHS સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

પતિ દ્વારા પત્નીને મારવું કેટલું યોગ્ય છે? આજે એવા અનેક રાજ્યો છે જ્યાં મહિલાઓ અને પુરૂષો અમુક કારણોને લીધે આ પ્રકારની ઘરેલુ હિંસાને યોગ્ય ગણાવે છે. આ વાતની જાણકારી હાલમાં જ જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેથી મળી છે.

પતિ દ્વારા પત્નીને મારવું કેટલુ યોગ્ય? NFHS સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Symbolic Image

2019-21માં કરવામાં આવેલા સર્વેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં (National Family Health Survey) સર્વે આસામ (Assam), આંધ્ર પ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત (Gujarat), હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરલ (Kerala), મહારાષ્ટ્ર (Maharashtra), મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યો હતો. જેમાંથી 13 રાજ્યોની મહિલા જવાબ આપનારે સાસરીયાવાળાનો અનાદરને મારપીટનું યોગ્ય કારણ ગણાવ્યું છે.

પતિ દ્વારા પત્નીને મારવું કેટલું યોગ્ય છે? આજે એવા અનેક રાજ્યો છે જ્યાં મહિલાઓ અને પુરૂષો અમુક કારણોને લીધે આ પ્રકારની ઘરેલું હિંસાને યોગ્ય ગણાવે છે. આ વાતની જાણકારી હાલમાં જ જાહેર થયેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેથી મળી છે. સર્વેમાં 18 રાજ્યો અને જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં લોકોને આ વિશે જવાબ માંગવામાં આવ્યો હતો.

સર્વે મુજબ ઘરેલુ શોષણ (Domestic Abuse)નું સમર્થન કરવાનું સૌથી સામાન્ય કારણ છે સાસરીયાવાળાનો અનાદર, ઘર અને બાળકો વચ્ચેની અનદેખી કરવી. સર્વેમાં આ સવાલ પૂછવામાં આવ્યા અને જવાબ આપનાર સામે 7 સ્થિતિઓ રાખવામાં આવી જેમાં જો તે તેને કહ્યા વગર ઘરથી બહાર જાય, જો મહિલા ઘર અથવા બાળકોને નજરઅંદાજ કરે તો જો મહિલા તેની સાથે વાદવિવાદ કરે તો, મહિલા તેના સાથે સંબંધ બનાવાનો ઈન્કાર કરે તો જો તે ખાવાનું સરખુ ના બનાવે તો, જો પુરૂષને પત્ની દગો આપે તેવી શંકા હોય તો, જો મહિલા સાસરીયાવાળાનો આદર ન કરે તો.

તેલંગાણામાં સૌથી વધુ 83.8 ટકા મહિલાઓએ કહ્યું કે, પુરૂષોનું તેની પત્નીને મારવું યોગ્ય છે. હિમાચલ પ્રદેશની મહિલાઓના મામલે આ આંકડા સૌથી ઓછા 14.8 ટકા છે. કર્ણાટકના 81.9 ટકા પૂરૂષ જવાબ આપનારનું કહેવું છે કે પત્નીને મારવું યોગ્ય છે. એવા અનેક રાજ્ય છે જ્યાં મોટાપાયે મહિલાઓને ઘરેલું હિંસાને યોગ્ય માનવામાં આવે છે.

જેમાં આંધ્ર પ્રદેશ (86.6 ટકા), કર્ણાટક (76.9 ટકા), મણિપુર (65.9 ટકા) અને કેરલ (52.4 ટકા) સામેલ છે. હિમાચલ પ્રદેશ અને ત્રિપુરામાં સૌથી ઓછા પુરૂષોએ ઘરેલું હિંસાને સમર્થન આપ્યું છે. બંન્ને રાજ્યોમાં એવા જવાબ આપનારની સંખ્યા સરેરાશ 14.2 ટકા અને 21.3 ટકા છે.

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

આ પણ વાંચો: ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

  • Follow us on Facebook

Published On - 5:09 pm, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati