હૈદ્રાબાદમાં એક મહિલા કારચાલકે બે બાળકોના જીવ જોખમમાં મુક્યા, કેવી રીતે જુઓ ?

  • Tv9 Webdesk18
  • Published On - 16:50 PM, 18 Dec 2020
હૈદ્રાબાદમાં એક મહિલા કારચાલકે બે બાળકોના જીવ જોખમમાં મુક્યા, કેવી રીતે જુઓ ?

હૈદ્રાબાદમાં એક મહિલા કાર ચાલકે બે બાળકોના જીવ જોખમમાં મુકી દીધા. આ મહિલા કાર રિવર્સ કરી રહી હતી. તે દરમિયાન એક્સિલરેટર વધારે આપી દીધું. જેના કારણે ઘરની બહાર ઓટલા પર બેઠેલા બે બાળકોમાંથી એક બાળકને ગંભીર ઇજા પહોંચી. આ ઘટના કાલાપત્થર પોલીસ સ્ટેશન વિસ્તારની છે કે જ્યાં એક મહિલા ગેરેજમાંથી કાર બહાર કાઢી રહી હતી. તે દરમિયાન કાર બેકાબૂ બની ગઇ. અને ઓટલા પર બેઠેલા બે બાળકોને અડફેટે લઇ લીધા. જોકે, બેમાંથી એક બાળક તો ઝડપથી બહાર નીકળવામાં સફળ થયો. પરંતુ એક બાળકને પગમાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ આ બાળક સારવાર હેઠળ છે.