Corona Update : કોવિડ પ્રોટોકોલના પાલનને લઇને ગૃહ મંત્રાલયે આપ્યો રાજ્યોને આ નિર્દેશ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના(Home Ministry)સચિવ અજય ભલ્લાએ શનિવારે એક પત્ર લખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ચેતવણી આપી છે.તેમણે કહ્યું હતું કે કોઈ એવી બેદરકારી દાખવવી જોઈએ નહીં જેથી Corona નો ફેલાવો ફરી વધવા માંડે.

Corona Update :  કોવિડ પ્રોટોકોલના પાલનને લઇને ગૃહ મંત્રાલયે આપ્યો રાજ્યોને આ નિર્દેશ
કોવિડ પ્રોટોકોલના પાલનને લઇને ગૃહ મંત્રાલયે આપ્યો રાજ્યોને આ નિર્દેશ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના(Home Ministry)સચિવ અજય ભલ્લાએ શનિવારે એક પત્ર લખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે Coronaની બીજી લહેરમાં ઘટાડો થયા પછી ધીમે ધીમે બજારો અને અન્ય પ્રવૃત્તિઓ અનલોક હેઠળ ખોલવામાં આવી રહી છે, પરંતુ હજી પણ કોઈ એવી બેદરકારી દાખવવી જોઈએ નહીં જેથી Corona નો ફેલાવો ફરી વધવા માંડે.

પ્રતિબંધો લાદવા અથવા ઘટાડવાનો નિર્ણય વાસ્તવિક પરિસ્થિતિની આકારણીને આધારે લેવો

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કોવિડ પ્રોટોકોલને સંપૂર્ણ તાકીદે અમલમાં મૂકવા તેમજ જિલ્લા કક્ષાએ ટ્રાય, ટ્રેક, ટ્રીટની સરકારની નીતિ લાગુ કરવા જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો થતાં, ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પ્રતિબંધ હળવા કરવાનું શરૂ કર્યું છે. હું જાહેર કરવા માંગુ છું કે, પ્રતિબંધો લાદવા અથવા ઘટાડવાનો નિર્ણય વાસ્તવિક પરિસ્થિતિની આકારણીને આધારે લેવો જોઈએ.

પ્રોટોકોલમાં માસ્કનો ફરજિયાત ઉપયોગ અને સામાજિક અંતર જાળવવું 

પત્રમાં ગૃહ સચિવે લખ્યું છે કે કોરોના કેસોના ઘટાડા પછી પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે સમગ્ર પ્રક્રિયા કાળજીપૂર્વક કરવામાં આવી છે. Corona પ્રોટોકોલમાં માસ્કનો ફરજિયાત ઉપયોગ, હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને બંધ જગ્યાઓનું યોગ્ય વેન્ટિલેશન શામેલ છે. ગૃહ મંત્રાલયે(Home Ministry) કહ્યું કે દેશમાં કોરોનાની પરિસ્થિતિની પુનરાવર્તન અટકાવવા આ પ્રોટોકોલોની નિયમિત દેખરેખ રાખવાની જરૂર છે.

બજારોમાં લોકોની ભીડ ફરી શરૂ થઈ

જો કે  કેટલાક રાજ્યોમાં નિયંત્રણો હળવા થવાને કારણે બજારોમાં લોકોની ભીડ ફરી શરૂ થઈ ગઈ છે અને લોકો કોરોના પ્રોટોકોલનું પાલન નથી કરી રહ્યાં. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સૂક્ષ્મ સ્તરે એક સિસ્ટમ હોવી જોઈએ કે જેથી સુનિશ્ચિત થાય કે જ્યારે પણ નાના સ્થળોમાં કેસ વધે છે, ત્યારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી હાલની માર્ગદર્શિકા મુજબ સ્થાનિક નિયંત્રણ પગલા દ્વારા ત્યાં તેનું પરીક્ષણ કરવામાં આવે .

Click on your DTH Provider to Add TV9 Gujarati