Delhi હવે એપથી થશે દારૂની પણ હોમ ડિલીવરી, L-13 લાયસન્સ ધારક કરી શકશે ડિલિવરી

દિલ્હી( Delhi )  સરકારે ડિલીવરી પરિવર્તનની નીતિ લાગુ કરી રહી છે. આબકારી (સુધારો) નિયમો 2021 મુજબ હવે એલ -13 લાયસન્સ ધારકોને લોકોના ઘર સુધી દારૂ(Liquor )  પહોંચડવાની મંજૂરી મળી છે

Delhi હવે એપથી થશે દારૂની પણ હોમ ડિલીવરી, L-13 લાયસન્સ ધારક કરી શકશે ડિલિવરી
Delhi હવે એપથી થશે દારૂની પણ હોમ ડિલીવરી
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 3:18 PM

દિલ્હી( Delhi )  સરકારે ડિલીવરી પરિવર્તનની નીતિ લાગુ કરી રહી છે. આબકારી (સુધારો) નિયમો 2021 મુજબ હવે એલ -13 લાયસન્સ ધારકોને લોકોના ઘર સુધી દારૂ(Liquor )  પહોંચડવાની મંજૂરી મળી છે

ભારતીય કે વિદેશી દારૂની હોમ ડિલીવરી એલ -13 લાયસન્સ દ્વારા કરી શકાશે.

દિલ્હી( Delhi )  સરકારના નોટિફિકેશનમાં જણાવાયું છે કે લાયસન્સ ધારક માત્ર મોબાઇલ એપ અથવા ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી ઘર સુધી દારૂ(Liquor ) ની  ડિલીવરી કરી શકશે. જેમાં હોસ્ટેલ, ઓફિસ અને યુનિવર્સિટીમાં કોઈ ડિલીવરી કરવામાં આવશે નહિ. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ મોબાઇલ એપ અથવા ઓનલાઇન વેબ પોર્ટલના માધ્યમથી ઓર્ડર કરીને ભારતીય કે વિદેશી દારૂની હોમ ડિલીવરી એલ -13 લાયસન્સ દ્વારા કરી શકાશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દિલ્હીમાં અત્યાર સુધી દારૂ(Liquor ) ની હોમ ડિલીવરી નહોતી

દિલ્હી( Delhi )  એક્સાઈઝ પોલિસી 2010 માં દારૂની હોમ ડિલીવરી માટે જોગવાઇ છે. પરંતુ ઇ-મેઇલ અથવ ફેક્સના માધ્યમથી તેની માટે રિક્વેસ્ટ કરવામાં આવી શકે છે. પરંતુ દિલ્હીમાં ક્યારેય દારૂની હોમ ડિલીવરી નથી થઇ. દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર 2020 માં જ્યારે મે મહિનામાં લોકડાઉન ખૂલ્યું ત્યારે દારૂની દુકાનમાં જબરદસ્ત ભીડ જોવા મળી હતી. આવા દ્રશ્યો અન્ય રાજ્યો પણ જોવા મળ્યા હતા. જેને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજ્યોએ કોરોના અને સોશિયલ ડિસ્ટન્ટના ભાગરૂપે દારૂની હોમ ડિલીવરી પર વિચાર કરવો જોઇએ.

લાયસન્સ ધારક પોતાના પરિસરમાં દારૂ વેચી શકશે નહિ

દિલ્હી સરકારે નવા નિયમોના જાહેર કરેલા નોટિફીકેશનમાં જણાવ્યું છે કે દારૂની ડિલીવરી, કોઈ પણ વિધાર્થી, ઓફિસ કે સંસ્થામાં કરી શકાશે નહિ. આ લાયસન્સ માત્ર માત્ર હોમ ડિલિવરી માટે માન્ય રહેશે.લાયસન્સ ધારક પોતાના પરિસરમાં દારૂ વેચી શકશે નહિ. દિલ્હી સરકારે ગત વર્ષે દારૂની હોમ ડિલીવરી પર વિચારણા કરી હતી. પરંતુ નિહાળ્યું કે વર્તમાન વ્યવસ્થા હેઠળ દારૂની હોમ ડિલીવરી શકય નથી. તેથી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">