સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: હિન્દુ મહિલા પોતાના પિયરપક્ષના સબંધીઓને વારસદાર ગણી આપી શકે છે સંપત્તિ

સુપ્રીમ આપેલા ચૂકાદામાં મહિલાના પિયર પક્ષના લોહીના સંબંધીઓને પણ વારસદાર ગણ્યા છે. અત્યાર સુધી મહિલાના પિયરપક્ષના સંબધીઓને વારસદાર તરીકે ગણવામાં નહોતા આવતા. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહ્યું કે હિન્દુ મહિલાના પિતાના સબંધીઓ અજાણ્યા નથી, તેઓ પરિવારનો જ એક ભાગ છે. કાયદામાં કુટુંબ શબ્દનો સાંકડો અર્થ આપી શકાતો નથી, તેને વિસ્તૃત અર્થમાં જોવો પડશે.

  • tv9 webdesk37
  • Published On - 11:03 AM, 24 Feb 2021
Big decision of the Supreme Court - Hindu woman can give her property to her father's family
સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે જે હિન્દુ મહિલાના પિતા અને પિયરના પિતા તરફના સગાબંધીઓને તેમની સંપત્તિમાં વારસદાર ગણી શકાય. આ કુટુંબના સભ્યોને પરિવારની બહારના વ્યક્તિ તરીકે ગણી શકાય નહીં, હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે અને તેમને સંપત્તિનો વારસો મેળવશે.

ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, મહિલાના પિતાના પરિવારના સભ્યો હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 ની કલમ 15.1.D ડી અંતર્ગત વારસાની કક્ષામાં આવશે. ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠે કહ્યું કે કલમ 13.1.D થી સ્પષ્ટ થાય છે કે પિતાના વારસદારોને વારસદાર માનવામાં આવ્યા છે, જે સંપત્તિનો હવાલો લઈ શકે છે. પરંતુ જ્યારે મહિલાના પિતાના તરફથી આવેલા વારસદારોનો સમાવેશ કરવામાં આવે છે, જે સંપતિ મેળવી શકે છે તો એવામાં એવું ના કહી શકાય કે તેઓ પરિવારના સભ્યો નથી. કે મહિલાના પરિવારના સભ્યો નથી.

શું વાત છે

કોર્ટે આ વ્યવસ્થા એવા કેસમાં આપી હતી જેમાં એક મહિલા જગ્નોને તેના પતિની સંપત્તિ મળી હતી. 1953 માં પતિનું અવસાન થયું હતું. તેને કોઈ સંતાન ન હતું, તેથી પત્નીને જમીનનો અડધો ભાગ મળ્યો. સક્સેસન એક્ટ, 1956 પછી કલમ 14 મુજબ પત્ની સંપત્તિની એકમાત્ર સંપૂર્ણ વારસદાર બની હતી. આ પછી જગ્નોએ આ સંપત્તિ માટે કરાર કર્યો અને તેની મિલકત તેના ભાઈના પુત્રોને આપી. આ પછી, 1991 માં તેના ભાઇના પુત્રોએ તેની મિલકતની માલિકી જાહેર કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો કર્યો. જગ્નોએ આનો પ્રતિકાર ન કર્યો અને પોતાની ભલામણ આપી.

ભલામણ હુકમનામાને પડકાર્યું

અદાલતે જગ્નોના ભાઈના પુત્રોના નામે સંપત્તિની માલિકી પસાર કરી દીધી, પરંતુ આ માલિકી વિશે જગ્નોના પતિના ભાઈઓએ વિરોધ કર્યો હતો. અને તેણે ભલામણના હુકમનામાને પડકાર્યો હતો. તેમણે કહ્યું કે હિન્દુ વિધવા તેના પિતાના પરિવાર સાથે સંયુક્ત હિન્દુ પરિવારની રચના નથી કરતી. તેથી આ સંપત્તિ તેના પિતાના સંતાનોના નામે ન કરી શકે. પારિવારિક સમાધાન ફક્ત તેમની સાથે જ થઈ શકે છે જેમની પાસે સંપત્તિમાં પહેલેથી જ હક છે. જોકે, હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

સુપ્રીમ કોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D નું અર્થઘટન કર્યું

સુપ્રીમ કોર્ટે હિન્દુ સક્સેસન એક્ટની કલમ 15.1.Dનું અર્થઘટન કર્યું હતું. સુપ્રીમે કહ્યું કે હિન્દુ મહિલાના પિતાના સબંધીઓ અજાણ્યા નથી, તેઓ પરિવારનો જ એક ભાગ છે. કાયદામાં કુટુંબ શબ્દનો સાંકડો અર્થ આપી શકાતો નથી, તેને વિસ્તૃત અર્થમાં જોવો પડશે, જેમાં હિન્દુ સ્ત્રીનો પરિવાર પણ શામેલ છે. કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એ સંપત્તિ જેમાં પહેલાથી અધિકાર આપેલો છે, એના પર ભલામણ હુકમનામું થાય છે તો તેને અધિનિયમની કલમ 17.2 હેઠળ નોંધણી કરવાની જરૂર નથી.