Himachal Pradesh: ખરાબ હવામાન વચ્ચે 11 ટ્રેકર્સ થયા લાપત્તા, ITBP એ હાથ ધરી શોધખોળ

ટ્રેકિંગ ટીમ ખરાબ હવામાન બાદ લખવાગા પાસ નજીક અટવાઇ છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને પોલીસ ગુરુવારે બચાવ કામગીરી શરૂ કરશે.

Himachal Pradesh:  ખરાબ હવામાન વચ્ચે 11 ટ્રેકર્સ થયા લાપત્તા, ITBP એ હાથ ધરી શોધખોળ
Trekkers Missing in Chitkul (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 10:23 AM

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કિન્નૌર (Kinnaur) જિલ્લામાં ચીન સરહદે ચિતકુલમાં ટ્રેકિંગ પર ગયેલા 8 પ્રવાસીઓ સહિત કુલ 11 લોકો ગુમ થયા છે. (11 people went on trekking in Chitkul missing) દરિયાની સપાટીથી આશરે 20 હજાર ફૂટની ઉચાઈ પર સ્થિત લમખાગા પાસ નજીકમાં આ ટીમ ગુમ થયાની માહિતી છે. આ ટ્રેકિંગ ટીમ લમખાગા પાસ માટે ટ્રેકિંગ માટે ગઈ હતી, પરંતુ 17, 18 અને 19 ના રોજ ખરાબ હવામાનને કારણે આ આખી ટીમ ગુમ થઈ ગઈ છે. ટ્રેકિંગ ટીમમાં આઠ સભ્યો, એક રસોઈયા અને બે માર્ગદર્શક છે. જિલ્લા વહીવટીતંત્રે આ ટ્રેકર્સને શોધવા માટે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની મદદ માંગી છે.

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હિમાચલના છ કુલીઓ જે એક જ ટીમ સાથે ગયા હતા તેઓ પ્રવાસીઓનો સામાન છોડીને 18 ઓક્ટોબરે ચિતકુલમાં રાણીકંડા પહોંચ્યા હતા. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, ટ્રેકર્સ અને રસોઈ સ્ટાફ 19 ઓક્ટોબર સુધીમાં ચિતકુલ પહોંચી જવાના હતા, પરંતુ બુધવાર સવાર સુધી પ્રવાસી ટીમ અને રસોઈ સ્ટાફનો કોઈ અતો પત્તો લાગ્યો નથી. ગુમ થયેલા 8 ટ્રેકર્સ દિલ્હી અને કોલકાતાના રહેવાસી છે. તે બધા 11 ઓક્ટોબરે હરસીલથી ચિતકુલ જવા રવાના થયા હતા. તેઓ 19 ઓક્ટોબરે ત્યાં પહોંચવાના હતા, પરંતુ તેઓ મંગળવારે ત્યાં ન પહોંચ્યા, ત્યારે ટ્રેકિંગ આયોજકોએ ઉત્તરકાશી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસને તેના વિશે જાણ કરી.

ગુમ થયેલા લોકો કોણ છે? દિલ્હીની અનિતા રાવત (38) અને કોલકાતાની મિથુન દારી (31), તન્મય તિવારી (30), વિકાસ મકલ (33) સૌરવ ઘોષ (34) સવિયન દાસ (28), રિચાર્ડ મંડલ (30) અને સુકેન માંઝી (43) નો સમાવેશ થાય છે. રસોઈયાઓની ઓળખ દેવેન્દ્ર (37), જ્ઞાન ચંદ્ર (33) અને ઉપેન્દ્ર (32) તરીકે થઈ છે, જે ઉત્તરકાશીના પુરોલાના રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ લખવાગા પાસ નજીક અટવાઇ ગયા છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે આઇટીબીપી અને પોલીસ ગુરુવારે બચાવ કામગીરી શરૂ કરશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ITBP ટીમ શોધી રહી છે પશ્ચિમ બંગાળ અને અન્ય સ્થળોના આઠ પ્રવાસીઓની ટીમ 11 ઓક્ટોબરે મોરી સાંકરીની ટ્રેકિંગ એજન્સી મારફતે હર્સિલથી નીકળી હતી. આ ટીમે 13 થી 21 ઓક્ટોબર સુધી લામખાગા પાસ સુધી ટ્રેકિંગ માટે વન વિભાગ ઉત્તરકાશી પાસેથી ઇનર લાઇન પરમીટ પણ લીધી હતી. 17 થી 19 ઓક્ટોબર સુધી ખરાબ હવામાનને કારણે આ ટીમ ભટકી ગઈ. ટ્રેકિંગ ટીમ સાથે સંપર્ક થઈ શક્યો નથી, ટ્રેકિંગ ટૂર એજન્સીએ ઉત્તરાખંડ સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવા માટે જાણ કરી છે.

આ પછી, વહીવટીતંત્રે તરત જ QRT ટીમ, પોલીસ અને વન વિભાગની ટીમને બચાવ માટે ચિતકુલ કાંદે તરફ મોકલી છે. ડેપ્યુટી કમિશનર કિન્નૌર આબિદ હુસૈન સાદિકે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ અને ચિતકુલ ટેકરીઓ વચ્ચે ટ્રેકિંગમાં ગુમ થયેલા પ્રવાસીઓની જાણ કરવામાં આવી છે. લાપતા ટ્રેકર્સને શોધવા માટે સરહદ પર તહેનાત ITBP ના જવાનો પાસેથી પણ મદદ માંગવામાં આવી છે.

આ પણ વાંચોઃ

100 નહિ પણ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઇંધણ મળશે! જાણો શું છે સરકારનો એક્શન પ્લાન

આ પણ વાંચોઃ

OMG ! પોતાના પતિના અસ્થિઓને રોજ ચાટે છે આ મહિલા, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">