West Bengalચૂંટણીના પ્રચાર અભિયાન માટે Hema Maliniએ લોન્ચ કર્યા ગીત

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થોડા મહિનામાં જ ભાજપે આજે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં કુલ ચાર ગીતો રજૂ કર્યા.

West Bengalચૂંટણીના પ્રચાર અભિયાન માટે Hema Maliniએ લોન્ચ કર્યા ગીત
Hema Malini launches song for West Bengal election campaign.

West Bengal Election 2021 ના પ્રચાર અભિયાન માટે Hema Maliniએ કર્યા લોન્ચ કર્યા ગીત.

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થોડા મહિનામાં જ ભાજપે આજે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં કુલ ચાર ગીતો રજૂ કર્યા. આ ગીતોના લોકાર્પણ સમયે પ્રખ્યાત અભિનેત્રી અને સાંસદ હેમા માલિની, કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી ફગન સિંહ કુલસ્ટે, પશ્ચિમ બંગાળમાં ભાજપ ઉપાધ્યક્ષ રામકમલ પાઠક, હિન્દુસ્તાનીના પ્રખ્યાત ગાયક ઉસ્તાદ રાશિદ ખાન, ગાયક અને અભિનેત્રી ઇલા અરૂણ, પ્રખ્યાત બોલિવૂડ સિંગર શાન, બિગ બોસના સ્પર્ધક જન કુમાર સનુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Hema Malini launches song for West Bengal election campaign.

Hema Malini launches song for West Bengal election campaign.

આ તમામ ગીતો ‘ભગવા ઝંડા લહેરાયેંગે’ આલ્બમ અંતર્ગત લોંચ કરવામાં આવ્યા છે, જેમાં ભાજપ સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધિઓની રૂપરેખા, ‘અચ્છે દિન’નું સપનું બતાવવા, દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને દુશ્મનોને પાઠ ભણાવવા જેવી ઉપલબ્ધીઓ બતાવવામાં આવી છે.

લોન્ચ થયેલા તમામ ગીતોમાંથી, બે ગીતો હિન્દીમાં અને બે બાંગ્લા ગીતોમાં છે જે શૌવિક દાસગુપ્તા દ્વારા લખાયેલા છે અને પુલક સરકાર દ્વારા સંગીતબદ્ધ કરાયા છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલી અભિનેત્રીએ આ ગીતના લોકાર્પણ પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમને આશા છે કે આ વખતે વડા પ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનશે. તેમણે કહ્યું કે, “પશ્ચિમ બંગાળના લોકો પણ ભાજપ સરકાર બનાવવા માટે ખૂબ ઉત્સુક છે અને દરેક જણ આ વખતે ભાજપ સરકાર બનવાની રાહ જોઇ રહ્યા છે.”

Click on your DTH Provider to Add TV9 Gujarati