58 વર્ષ પછી બની આવી ગોઝારી ઘટના, જાણો ક્યારે ક્યારે થઈ છે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાઓ ?

સેનામાં આવો હાઈ-પ્રોફાઈલ અકસ્માત લગભગ 58 વર્ષ પછી જોવા મળ્યો છે. આજની કુન્નુરની ઘટના પહેલા, 22 નવેમ્બર 1963ના રોજ પૂંચ પાસે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સૈન્યના 6 ઉચ્ચ અધિકારીઓના મૃત્યુ નિપજ્યા હતા.

58 વર્ષ પછી બની આવી ગોઝારી ઘટના, જાણો ક્યારે ક્યારે થઈ છે સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાઓ ?
Helicopter crash

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (General Bipin Rawat) હવે નથી રહ્યા. તે, પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 અધિકારીઓ અને સહયોગીઓ આજે તામિલનાડુના કુન્નુરમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) માર્યા ગયા હતા. એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ(Air Force Group Captain Varun Singh) અકસ્માતમાં એકમાત્ર બચી ગયા હતા. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ લશ્કરી અધિકારીઓ સાથે સંકળાયેલી ભૂતકાળની ઘટનાઓને પણ યાદ કરવાની ફરજ પડી છે.

સેનામાં આવો હાઈ-પ્રોફાઈલ અકસ્માત લગભગ 58 વર્ષ પછી જોવા મળ્યો છે. આજની કુન્નુરની ઘટના પહેલા, 22 નવેમ્બર 1963ના રોજ પૂંચ પાસે ભારતીય વાયુસેનાનું (Indian Air Force) હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓએ જીવ ગુમાવ્યા હતા. માર્યા ગયેલા અધિકારીઓમાં લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહ, લેફ્ટનન્ટ જનરલ બિક્રમ સિંહ, એર વાઈસ માર્શલ EW પિન્ટો, મેજર જનરલ કેએનડી નાણાવટી, બ્રિગેડિયર એસઆર ઓબેરોય અને ફ્લાઈટ લેફ્ટનન્ટ એસએસ સોઢીનો સમાવેશ થાય છે.

તત્કાલીન રક્ષા મંત્રીએ પુંછની ઘટના પર સંસદમાં શું કહ્યું? પુંછમાં હેલિકોપ્ટર દુર્ઘટના પર સંસદમાં નિવેદન આપતા તત્કાલિન સંરક્ષણ પ્રધાન વાય બી ચવ્હાણે કહ્યું હતું કે, “આ અધિકારીઓના મૃત્યુથી, આપણા સંરક્ષણ દળોએ ખૂબ જ પ્રતિષ્ઠિત, સક્ષમ અને આશાસ્પદ યોધ્ધાઓ ગુમાવ્યા છે. તેમના નેતૃત્વએ ભૂતકાળમાં ઘણું યોગદાન આપ્યું છે, ખાસ કરીને લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંઘ અને લેફ્ટનન્ટ જનરલ બિક્રમ સિંઘ અને ખાસ કરીને એર વાઇસ માર્શલ ઇડબ્લ્યુ પિન્ટોએ ભૂતકાળની હવાઈ કવાયતોમાં ઉત્તમ કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમના નિધનથી અમને લાગે છે કે અમે બહુ મૂલ્યવાન વસ્તુ ગુમાવી છે.

1952માં ડેવોન ક્રેશ સીડીએસ રાવતનું હેલિકોપ્ટર ક્રેશ ફેબ્રુઆરી 1952ના ડેવોન ક્રેશની યાદ અપાવે છે. જેમાં બે ભાવિ વડાઓ સહિત ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. લેફ્ટનન્ટ જનરલ એસએમ શ્રીનાગેશ અને મેજર જનરલ કેએસ થિમય્યા, જેઓ અકસ્માતમાં બચી ગયા હતા, બંને પાછળથી આર્મી ચીફ બન્યા હતા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મેજર જનરલ એસપીપી થોરાટ કે જેઓ પાછળથી પૂર્વ આર્મી કમાન્ડર બન્યા, મેજર જનરલ સરદાનંદ સિંઘ, મેજર જનરલ મોહિન્દર સિંઘ ચોપરા અને બ્રિગેડિયર અજાયબ સિંઘ પણ ડેવોન એરક્રાફ્ટમાં સવાર હતા.

આવી જ ઘટના 1993માં ભૂટાનમાં અને 2019માં પૂંચમાં બની હતી આ પછી મે 1993માં ભૂટાનમાં Mi-8 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં સેનાના આઠ વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. જેમાં તત્કાલિન પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જમીલ મહમૂદ પણ સામેલ હતા. આ સિવાય ઑક્ટોબર 2019માં પૂંછ સેક્ટરમાં ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર દુર્ઘટનામાં પૂર્વ નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને અન્ય આઠ ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ

MI-17V5 Helicopter Crash: રશિયાથી ખરીદેલા આ હેલિકોપ્ટર, છેલ્લા 5 વર્ષમાં 6 વખત થયા ક્રેશ, જાણો અહી 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati