દેશમાં 11 રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી, આગામી 3 દિવસ માટે IMDનું એલર્ટ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Oct 09, 2022 | 1:53 PM

દિલ્હીમાં અવિરત વરસાદને (Rain) કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. તો વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામના (traffic jam) કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશમાં 11 રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી, આગામી 3 દિવસ માટે IMDનું એલર્ટ
દેશમાં અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદની આગાહી

હજુ ઓક્ટોબર મહિનામાં પણ મેઘરાજા દેશના અનેક રાજયોને ધમરોળશે. દેશના અનેક રાજ્યોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. હવે હવામાન વિભાગે (Meteorological Department) 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ દિવસ આવો જ વરસાદ રહેવાનો અંદાજ છે. IMD વેધર અનુસાર, નોરુ વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસા (Monsoon) દરમિયાન ઘણા રાજ્યોમાં વરસાદ થયો નથી. હવે છેલ્લા ઘણા દિવસોથી દેશના અનેક ભાગોમાં વરસાદ જેવી સ્થિતિ છે.

દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. IMDએ આજે ​​સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પોંડીચેરી અને કેરળમાં વાવાઝોડાની આગાહી કરી છે.

દિલ્હીના તાપમાનમાં ઘટાડો

દિલ્હીમાં અવિરત વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવા અને ટ્રાફિક જામના કારણે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં મહત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 10 ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

રાજસ્થાનમાં વરસાદ

શનિવારછી રાજસ્થાનના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં નવી વેધર સિસ્ટમ સક્રિય છે. જયપુર હવામાન કેન્દ્રના પ્રભારીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પૂર્વ રાજસ્થાનમાં લગભગ તમામ સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જ્યારે કરૌલી, ધોલપુર, બાંસવાડા, પ્રતાપગઢ, ઝાલાવાડ, બારન, સવાઈ માધોપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો છે અને કોટા જિલ્લાઓમાં અને એક-બે સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. શર્માએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન કરૌલીમાં સૌથી વધુ 118 મીમી વરસાદ થયો છે. તેમણે કહ્યું કે પૂર્વ રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati