તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ, શાળા-કોલેજ બંધ

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 4:20 PM

રાજધાની ચેન્નાઈ સહિત તિરુવરુર અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બુધવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે અહીંની શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.

દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં કમોસમી વરસાદે સ્થિતિ વધુ ખરાબ કરી છે. રાજધાની ચેન્નાઈ સહિત તિરુવરુર અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બુધવાર રાતથી પડી રહેલા વરસાદને કારણે અહીંની શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. તિરુવરુર જિલ્લામાં શાળાઓ બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

હવામાન વિભાગે બુધવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે દક્ષિણ તમિલનાડુ અને પુડુચેરી અને કરાઈકલ સહિત રાજ્યના ઉત્તર ભાગમાં 2 ફેબ્રુઆરીએ ભારે વરસાદ થઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે દરિયાકાંઠાના રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે તે ખૂબ જ અસમાન્ય છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં બંગાળની ખાડીમાં ડિપ્રેશન જેવી સ્થિતિ ઊભી થઈ છે. નિષ્ણાતો કહે છે કે 1971 પછી આ 9મી વખત છે જ્યારે બંગાળની ખાડીમાં આવી હવામાનની સ્થિતિ સર્જાઈ છે.

ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન અહેવાલ અનુસાર, તમિલનાડુ, પુડુચેરી, લક્ષદ્વીપ, કરાઈકલ, કેરળ અને માહેમાં ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. આ ઉપરાંત આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે. પ્રતિકૂળ હવામાન અને ભારે વરસાદની ચેતવણી સાથે, IMD એ માછીમારોને 31-2 ફેબ્રુઆરી સુધી દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રવેશવાની ચેતવણી જારી કરી હતી. આ સિવાય આ વિસ્તારોમાં ગયેલા માછીમારોને પરત ફરવાની સૂચના આપવામાં આવી હતી.

બંગાળની ખાડીમાં દબાણ

ડિપ્રેશન બટ્ટીકલોઆ (શ્રીલંકા)થી લગભગ 60 કિમી પૂર્વમાં અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં કરાઈકલ (ભારત)થી 400 કિમી દક્ષિણપૂર્વમાં આવેલું છે. તે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને 02 ફેબ્રુઆરીની સવારે બટ્ટીકાલોઆ અને ત્રિંકોમાલી વચ્ચે શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.” જેના કારણે અહીં વધુ ભારે વરસાદની સંભાવના છે.

વરસાદના કારણે શાળા-કોલેજ બંધ

તમિલનાડુના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે રાત્રે પડેલા વરસાદને કારણે અહીંના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે શાળા-કોલેજ પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બંગાળમાં ઠંડીની સાથે હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati