બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આંધ્રપ્રદેશના તટિય જિલ્લાઓમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ડિપ્રેશનની સૌથી વધુ અસર ચિત્તૂર, કડપા અને નેલ્લોર જિલ્લામાં જોવા મળી હતી. આ જિલ્લાઓના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદીની નહેરો તૂટેલી છે. રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે,

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આંધ્રપ્રદેશના તટિય જિલ્લાઓમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Nov 18, 2021 | 8:44 PM

બંગાળની ખાડી (Bay of Bengal)માં સર્જાયેલા ડિપ્રેશનને કારણે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના અનેક તટિય જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નેલ્લોર, ચિત્તૂર, કડપા જિલ્લામાં ગુરુવાર સવારથી ભારે વરસાદ (Heavy Rains)પડી રહ્યો છે, જેમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે.

ડિપ્રેશનની સૌથી વધુ અસર ચિત્તૂર, કડપા અને નેલ્લોર જિલ્લામાં જોવા મળી હતી. આ જિલ્લાઓના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, નદીની નહેરો તૂટેલી છે. રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે, ઘણા વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે રસ્તાઓ કપાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા

તિરુપતિ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, ચંદ્રગિરી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી પહોંચ્યા તેમજ શહેરની શેરીઓમાં પાણી ભરાયા છે. તિરુમાલામાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના મંદિરે જવા માટેના ઘાટ રોડ પર પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ પથ્થરો ખસી જવાને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે, ઘણી જગ્યાએ વાહનો અટવાયા છે, ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નેલ્લોર શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

પગપાળા તિરુમાલા મંદિર જવા માટે બનાવેલી સીડીઓ પર પણ પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો. નેલ્લોર શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ ઉપર પાણી વહી રહ્યા છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓ ઘરે પરત ફરી રહ્યા હતા, એક વિદ્યાર્થી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.

અન્ય બાળકોએ તેને બચાવ્યો હતો, ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. કડપા જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પૂરની હાલતમાં છે, વાહનોના પૈડા પાણીમાં ગરકાવ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં લોકો બોટ દ્વારા ઘરે જતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: પૂર્વી લદ્દાખમાં તણાવવાળા વિસ્તારો પર વહેલી તકે ઉકેલ લાવવા સંમત થયા ભારત-ચીન

આ પણ વાંચો: મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી

આ પણ વાંચો: એર પોલ્યૂશનથી તમારુ ખિસ્સુ થઈ રહ્યું છે ખાલી! વિશ્વાસ ન આવતો હોય તો વાંચી લો આ રિપોર્ટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati